તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીએસટી બાદ બેન્કિંગ સેવા મોંઘી થઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટીલાગુ થવાથી બેન્કિંગ સેવા મોંઘી બની છે. ગ્રાહકોને હવે ન્યૂનતમ બેલેન્સ રાખવા અંગે મેન્ટેન કરવા બાબતે ડુપ્લીકેટ પાસબુક ઇશ્યુ કરવા સહિતની સેવા અંગે રૂ.9થી માંડીને 220 રૂપિયા સુધી વધારે ચાર્જ ચુકવવો પડી રહ્યો છે. પહેલા સર્વિસ ટેક્સ 15 ટકા લાગુ પડતો હતો અને હવે જીએસટી 18 ટકા થતાં બેન્કિંગ સેવા 3 ટકા મોંઘી બની છે. જોકે બેન્કના અધિકારીઓઅ ને કર્મચારીઓ જણાવી રહ્યાં છે કે જીએસટી આપવાથી સર્વિસ ઉપર કોઇ નવો ટેક્સ લાગુ નથી થયો.કારણ કે છેલ્લા એક વર્ષથી બેન્કિંગ સેવા સર્વિસ ટેક્સના દાયરામાં આવી જાય છે.

જોકે જીએસટી આવવાથી સર્વિસ પહેલા કરતા મોંઘી બની છે. બેન્કની 25 વધારે સર્વિસ જીએસટીનાં દાયરામાં આવી જાય છે. લોકર સેવા વગેરેના ભાવ પહેલાં કરતા વધી ગયા છે. શહેરી વિસ્તારની જેમ ગ્રામ્ય વિસ્તારમાં પણ મિનિમમ બેલેન્સ નહીં રાખવા અંગે ચાર્જ ચુકવવો પડી રહ્યો છે. પહેલા મિનિમમ બેલેન્સની રકમ નહીં રાખવા પર 30 રૂપિયા ચાર્જ ચુકવવો પડતો હતો જે જીએસટી બાદ 36 રૂપિયા ચાર્જ ચુકવવો પડે છે. ફોટા સાથેનું પ્રમાણપત્ર ઉપર 100 રૂપિયા લાગતો ચાર્જ 118 થઇ ગયો છે. નોંધનીય છે કે 18 ટકા જીએસટી બેન્કિંગ સેવા 3 ટકા જેટલી મોંઘી બની જતાં વધારાના બોજોને પણ ખાતા ધારકો પાસેથી વસુલાઇ રહ્યાં છે.

બેન્કની ફાઇલ તસવીર કે જેને સેવા લઇ રહેલા ગ્રાહકોને જીએસટીના કારણે વધારે ચાર્જ ચુકવવો પડે છે.

ચાલુ ખાતામાં બેલેન્સ નહીં હોવા પર લાગતા ચાર્જની રકમ

5000થીઓછું 500 590

અન્યબેન્કિંગ સેવાઓ પર થયેલી જીએસટીની અસર

ડુપ્લીકેટએટીએમ 200 236

એક વર્ષ જુની એન્ટ્રીની ચકાસણી માટે 100 118

એક વર્ષ કરતા વધારે જુની એન્ટ્રી માટે 500 540

પેઇડ ચેકની કોપી 100 118

ડિમાન્ડ ડ્રાફ્ટ 50 59

ડુપ્લીકેટ ડીડી જાહેર કરવો 1200 1416

ચેક રીટર્ન થવાની ગ્રાહનોને ચુકવવો પડતો ચાર્જ

ચેકરીટન 25 લાખથી ઓછા 200 236

ચેક રીટન 25 લાખથી એક કરોડ 500 590

ચેક રીટન એક કરોડથી વધારે 600 708

બચતખાતામાં મિનિમમ બેલેન્સ નહીં હોવાથી વસૂલાતો ચાર્જ

1000થી2000થી ઓછી રકમ ઉપર 100 118

1000થી ઓછી રકમ ઉપર 180 185

જીએસટી બાદ ટેક્સ વધારાનું ગણિત

સેવા પહેલાનો ચાર્જ પછીનો ચાર્જ

પેમેન્ટસ્ટોપ કરવા ઇન્સ્ટ્રક્શન 100 118

ડુપ્લીકેટ પાસબુક ઇશ્યુ માટેનો ચાર્જ 100 118

બચત ખાતા ચેકબુક વિના 100 118

બચત ખાતા ચેકબુક સાથે 200 236

ચાલુ ખાતા 500 590

કંપનીનું ખાતુ 600 708

18 ટકા જીએસટી લાગવાથી 25 થી વધુ બેન્કિંગ સેવા 3 ટકા મોંઘી થઇ

જીએસટી બાદ અનેક સેવાને અસર

જીએસટીબાર્દ બેન્કિંગ સેવામાં મોંઘી થવા અંગે પુછતાં બેંક મેનેજરના ક્રિષ્નાકુમાર મિશ્રા જણાવ્યાનુસાર અમારે બેંકની ગાઇડલાઇન મુજબ કામગીરી કરવાની હોય છે હા જીએસટી બાદ અનેક સેવાઓને અસર થવા પામી છે પરંતુ સેવાઓ જે સારી અને સરળ રીતે ચાલતા ગ્રાહકોને ફાયદો છે.

મિનિમમ બેલેન્સમાં પેનલ્ટી વધી

બહુચરાજીકાર્ટીંગ ગ્રાહકના જણાવ્યા અનુસાર બેંકમાં જીએસટી પહેલા જે ચાર્જ વસુલાતો હતો જેમાં હવે વધારો થવા પામ્યો છે અને જે મેં અનુભવ્યો છે મારા મીનીમમ બેલેન્સમાં પેનલ્ટી વધવા પામે છે. બેંકમાં આચી હકીકત જાણતા ખબર પડી કે બેન્કિંગ સેવા જીએસટી બાદ મોંઘી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...