તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખૂડવેલમાં ગુમ થયેલી બીજી બહેનની લાશ મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખૂડવેલગામેથી શુક્રવારે સાંજે રહસ્યમય રીતે ઘરેથી ગુમ થયેલી બે મુસ્લિમ બહેનોમાંથી મોટી બહેનની લાશ કલીયારી-ઘોલાર ગામની હદમાંથી રવિવારે સવારે ખરેરા નદીના ચેકડેમમાંથી મળી આવી હતી. પોલીસે લાશનો કબજો લઈ ચીખલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પેનલ પીએમ કરાવી એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.

ચીખલી તાલુકાના ખૂડવેલ ગામના ખલીફા ફળિયામાં રહેતા અને વેલસ્પન કંપનીમાં ફરજ બજાવતા સઈદભાઈ હુસેનભાઈ ખલીફાની બે દીકરીઓ એકસાથે શુક્રવારે પોતાના ઘરેથી સાંજના સમયે રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હતી. જેમાં ધો. 10માં કલીયારીની મધર ટેરેસા સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી શાહીસતાબાનું (ઉ.વ. 16) તથા રાનકુવા બી.એલ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી શાહીનબાનુ (ઉ.વ. 17) ગુમ થયા બાદ કલીયારી-ઘોલાર ગામની હદમાંથી પસાર થતી ખરેરા નદીના ચેકડેમમાંથી નાની બહેન શાહીસતાબાનુની લાશ શનિવારે સવારના સમયે મળી આવી હતી.

જેમાં ચીખલી પોલીસે મૃતકના ભાઈ શાહનવાઝ ખલીફાની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી પીએમની કાર્યવાહી કરી હતી. પોલીસે ખરેરા નદીના કાંઠેથી ચેકડેમ પાસેથી મળી આવેલી ચંપલની બે જોડી મળી આવી હતી. પોલીસે મોટી બહેન શાહીનબાનુની ખરેરા નદીના પાણીમાંઅને આસપાસ સ્થાનિક તરવૈયા બીલીમોરા પાલિકાના ફાયરબ્રિગેડના સ્ટાફની મદદથી શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી સાંજ સુધી લાશ મળી હતી. જેના પગલે નદીના ચેકડેમના દરવાજા પણ ખોલી ચેકડેમ ખાલી કરી દેવામાં આવ્યો હતો.

દરમિયાન રવિવારે સવારે ખરેરા નદીના ચેકડેમમાંથી મોટી બહેન શાહીનબાનુની લાશ પણ મળી આવી હતી. પોલીસે લાશનો કબજો લઈ પેનલ ડોકટર દ્વારા પીએમ ચીખલી રેફરલ હોસ્પિટલમાં કરાવ્યું હતું. રેફરલ હોસ્પટલ ખાતે ચીખલી તાલુકા મામલતદાર કે.એન. પટેલ, પીઆઈ, એફએસએલના અધિકારીઓ ઉપરાંત મુસ્લિમ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ધસી આવ્યા હતા. ખૂડવેલ ગામે પણ વાંસદા ચીખલીના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી, કોંગ્રેસ લઘુમતી સેલના સઈદભાઈ હજાત, નવસારી જિલ્લા પંચાયત સભ્ય ભારતીબેન પટેલ, અગ્રણી આસીફભાઈ દુધવાલા સહિતએ પરિવારજનોની મુલાકાત લઈ આશ્વાસન આપ્યું હતું.

રવિવારે સવારે ખરેરા નદીના ચેકડેમમાંથી મોટી બહેન શાહીનબાનુની લાશ મળી આવી

ખૂડવેલ ગામની રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી બે સગી બહેનોના મોતથી ચીખલી પંથકમાં અને મુસ્લિમ સમાજમાં ચકચાર મચી ગઈ છે. મરનાર બંને બહેનના દફતરમાંથી સુભાષ નામના યુવકના ઉલ્લેખવાળી એક કાપલી અને સુનિલ નામના યુવકનો ફોટો મળી આવ્યો હતો. બંને બહેનોના મોત બાબતે અનેક રહસ્યો સર્જાયા છે. સ્થાનિક આગેવાનોના જણાવ્યાનુસાર શુક્રવારની સાંજે હોન્ડા યુનિકોન બાઈક પર બંને બહેનોને કોઈક વ્યક્તિ સાતેક વાગ્યાના સમયગાળામાં બેસાડી ગયો હોવાનું કહેવાય છે અને તેને જોનાર ફળિયાનો યુવક મુંબઈ જતો રહ્યો છે. દફતરમાંથી મળેલી કાપલીમાં સુભાષ બોલવા માગે છે તે બારામાં હું વિચારીશ તેવુ લખાણ હોવાનું પણ સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું. ચીખલી પોલીસે શનિવારની સાંજે બંને બહેનોના દફતરોની ચકાસણી કરી હતીપરંતુ પોલીસની ઢીલી અને પરિણામલક્ષી તપાસના અભાવે પરિવારજનોમાં મુસ્લિમ સમાજના આગેવાનોમાં રોષ ફેલાયો છે. બંને બહેનોની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવી રહ્યા છે. નાની બહેન શહીસતાએ થોડા દિવસ અગાઉ બીલીમોરામાં રહેતી તેની માસીને સુભાષ હેરાન કરતો હોવાનું જણાવ્યું હતું તેમ પણ આગેવાનોએ જણાવ્યું હતું. પોલીસ કડકાઈથી તપાસ હાથ ધરે તો આખી ઘટનાની હકીકત બહાર આવે એમ છે. સમાજના અગ્રણી આસીફભાઈ દૂધવાળા વગેરેએ આજે મળેલી શાહીનબાનુની લાશની દફનવિધિ કરવામાં આવશે નહીં અને મોટી બહેનની લાશની હકીકત બહાર આવે ત્યાં સુધી આલીપોર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. પોલીસની ઢીલી નીતિના કારણે મુસ્લિમ સમાજ દ્વારા સોમવારે ન્યાય મેળવવા માટે રેલી કાઢી આવેદનપત્ર આપવાની તજવીજ હાથધરવામાં આવી હોવાની હકીકત સાંપડવા પામી છે. ગુનાની તપાસ અર્થે પોલીસ કપરાડા તરફ રવાના થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

બે સગી બહેનોના મોત અંગે ઘેરાતા અનેક રહસ્ય

ગુમ થયેલી યુવતીની લાશ તથા જ્યાંથી લાશ મળી આવી ચેકડેમ, તથા બાજુની તસવીરમાં હોસ્પિટલ ખાતે પીએમ રૂમ ખાતે એકત્રીત થયેલા મુસ્લિમ સમાજના લોકો, તેમજ એફએસએલનો સ્ટાફ. તસવીર-પ્રશાંતસિંહ પરમાર

કપરાડા ગામેથી બે શકમંદ યુવકોની અટક, ચીખલી પોલીસ તપાસે હાથ ધરવામાં આવી

ખૂડવેલના ખલીફા ફળિયામાં રહેતી તરૂણ વયની બે બહેનો રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો