ચીખલીમાં આયોજનના અભાવે મોડે સુધી ગણપતિ વિસર્જન ચાલ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીમાંતંત્રના પુરતા આયોજનના અભાવે ગણપતિ વિસર્જનના દિવસે ગણેશજીની મૂર્તિઓનું સમયસર વિસર્જન થયું હતું. તંત્રના તમામ દાવા પોકળ સાબિત થયા હતા. અનેક બાબતોમાં સરકારના જાહેરનામાનો ભંગ થવા સાથે તંત્રએ પણ કામગીરી કરવા પૂરતી કરી હોવાનું ફલિત થયું હતું. જિલ્લામાં સૌથી મોડે સુધી વિસર્જનની કામગીરી ચીખલી ખાતે થયું હતુ.

ચીખલી સેવા સદન ખાતે ચીખલીના પ્રાંત અધિકારી ટી.કે. ડામોર, મામલતદાર કે.એન. પટેલ, પીએસઆઈ વસાવાની હાજરીમાં ગણપતિ આયોજકોની મિટિંગ બોલાવી સમયસર રાત્રે 11 વાગ્યા પહેલા ગણપતિનું વિસર્જન થઈ જાય રીતનું આયોજન કરવા માટે કડક સૂચના આપી વહીવટીતંત્રએ કોઈપણ ભોગે સમયસર વિસર્જન કરવા માટે જણાવ્યું હતું અનેજાહેરનામાનો ભંગ થાય રીતે ડીજે કે માઈક વગાડવા તેમજ ગણપતિ મૂર્તિ 9 ફૂટથી મોટી સ્થાપન કરવા અને જાહેર માર્ગો પર અડચણ થાય રીતે ગણપતિની સ્થાપના કરવા માટેની વાત જણાવી નિયમનો ભંગ કરનાર સામે પગલાં લેવાની ચીમકી ઉચ્ચારાઇ હતી. જોતા વિસર્જન દરમિયાન જાહેરનામાનો ભંગ થતો જણાયો હતો.

ચીખલી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક વારંવાર બોલાવાઇ હતી પરંતુ પોલીસ દ્વારા ગણેશ મંડળો, આયોજકો સાથે સંકલનના અભાવે બેઠક કાગળ ઉપર રહી હતી. જેને પગલે ગુરૂવારે શ્રીજીની પ્રતિમાનું સમયસર વિસર્જન થયું હતું.

ચૂપચાપ બુધવારે રાત્રે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

વિસર્જનનાઆગળના દિવસે બુધવારે ચીખલી પોલીસ મથકમાં પોલીસે ચોરી ચોરી ચૂપકે ચૂપકે શાંતિ સમિતિની એટલે કે ગણ્યાગાંઠ્યા માનીતા ગણેશ આયોજકોને બોલાવી જેમાં કોઈ જવાબદાર પોલીસ અધિકારીની હાજરી વિના પોલીસકર્મી દ્વારા બેઠક બોલાવી રીત પૂરી કરવામાં આવતી હોય એમ ગણતરીની મિનિટમાં મિટિંગ બરખાસ્ત કરી દેવામા આવી હતી. વહીવટીતંત્ર અને પોલીસ વિભાગની લાપરવાહી અને કડકાઈની અવગણનાના પગલે મોડી રાત સુધી કાવેરી નદી ખાતે વિસર્જન ચાલ્યું હતું.

શાંતિ સમિતિની બેઠકમાં પાંખી હાજરી રહી હતી

અન્ય સમાચારો પણ છે...