થાલા બગલા દેવ નજીક કાર સળગી, ચાલકનો આબાદ બચાવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાલાગામ પાસે આવેલા બગલાદેવ મંદિર પાસે એક કાર બળીને ખાખ થઈ જતા ચકચાર મચી હતી.

ચીખલી કોલેજ રોડ ઉપર આવેલા બગલાદેવ મંદિર પાસે સાંજના સમયે એક મારૂતિવાન (નં. જીજે-21-એએ-507) અચાનક સળગી ગઈ હતી. જેમાં સવાર એક ઈસમ સોમાભાઈ બલ્લુભાઈ પટેલ (રહે. નાગધરા)નો આબાદ બચાવ થયો હતો. જ્યારે કારમાં આગ લાગી છે એવી વાત સમગ્ર ચીખલીમાં વાયુવેગે ફેલાઈ જતા લોકોના ટોળેટોળા કારને જોવા ઘટનાસ્થળ ઉપર ધસી આવ્યા હતા.

વાહનોની પણ લાંબી લાઈનો લાગી જવા પામી હતી. મારૂતિવાન સીએનજી હોય જેથી તેમાં શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન લોકો લગાવી રહ્યા છે. આગે વિકરાળ સ્વરૂપ પકડી લેતા મારૂતિવાન ગણતરીના કલાકોમાં સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડવા લાગ્યા હતા.

થાલા નજીક આગ લાગેલી મારૂતિવાનમાંથી ચાલક નીળી જતાં તેનો બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...