ડાંગ વિસ્તારમાં ઝરમર વરસાદથી વાતાવરણ ઠંડક ફેલાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાનાઅનેક વિસ્તારોના ગામોમાં શનિવારે વહેલી સવારે કોઈક ઠેકાણે મધ્યમ તો કોઈ ઠેકાણે ઝરમરીયો વરસાદના પગલે માર્ગો પર ખાડા-ખાબોચીયા છલકાઈ ઉઠતા અહીંનું વાતાવરણ નયનરમ્ય બન્યું હતુ.

રાજ્યના છેવાડે આવેલો ડાંગ જિલ્લો મિની ચેરાપુંજી તરીકે ઓળખાય છે. ગત વર્ષે ચોમાસા સત્ર દરમિયાન અહીં ઓછો વરસાદ નોધાતાં ચાલુ વર્ષે ઠેર ઠેર પાણી પોકારની સમસ્યા ઉદભવી હતી. ચાલુ સત્રના જૂન મહિનાના બે અઠવાડિયા વિતી ગયા હોવા છતાં અહીં ચોમાસાના સત્રનો પ્રારંભ થતા અહીંની પરિસ્થિતી સંકટમય બની હતી. અહીંનું આદિવાસી જનજીવન કાગડોળ વરસાદની વાટ જોઈ રહ્યું હતું. એવામાં શનિવારે ગિરિમથક સાપુતારા, માલેગામ, શામગહાન, બારીપાડા, ભુરાપાણી, ચીરાપાડા, દબાસ, મોટીદબાસ, જાખાના, કોટમદર, ગલકુંડ, ચીચપાડા, ચીખલી, મહારાયચોંડ, બોરીગાંવઠા, આહેરડી, મુરબી, માળુંગા, નડગચોંડ સહિત અનેક ગામોમાં વહેલી સવારે ઝરમરીયો વરસાદ પડતા શીતલહેર વ્યાપી ગઈ હતી.

જ્યારે લહાનચર્યા, વિહિરઆંબા, ટાંકલીપાડા, ઉમરપાડા, ભાંદા, ટેમ્બ્રુનદારટા, બોરખલ, લીંગા, કામદ, વકાર્યા, અંજનકુંડ, બીલમાળ, કોંસબે અને કાહડોળઘોડી સહિત ગામોમાં મધ્યમ વરસાદ ખાબકતા પંથકના ખાડા-ખાબોચીયા છલકાઈ ગયા હતા. આજે દિવસભર વાદળછાયુ વાતાવરણમાં કોઈક ઠેકાણે મધ્યમ તો કોઈક ઠેકાણે ઝરમરીયો વરસાદે દસ્તક દેતા અહીં સૂચક ચોમાસાની ઋતુના આગમન થઈ રહ્યું હોવાના સંકેતો મળતા સ્થાનિક આદિવાસી જનજીવનમાં ખુશી વ્યાપી જવા પામી છે.

ડાંગમાં વરસાદ પડતા ભીંજાઈ ગયેલા માર્ગો.

સ્થાનિક આદિવાસીઓમાં ખુશી લહેર

ચોમાસાના આગમનના સંકેતો

અન્ય સમાચારો પણ છે...