• Gujarati News
  • સીએમના કાર્યક્રમમાં 150 એસટી બસ ફાળવાતા મુસાફરો રામભરોસે

સીએમના કાર્યક્રમમાં 150 એસટી બસ ફાળવાતા મુસાફરો રામભરોસે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીઆનંદીબેન પટેલ શનિવારે ધરમપુર અને વલસાડની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે શુક્રવાર રાતથી વલસાડ અને સુરત ડિવિઝનની 150 એસટી બસોને ફાળવી દેતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો તેમજ મુસાફરોને રઝળવાની નોબત આવશે. વારેઘડીયે સરકારી કાર્યક્રમોમાં એસટી બસોનો બેફામ દુરઉપયોગ કરાતા મુસાફર જનતામાં આક્રોશ ફેલાયો છે. 150 બસો ફાળવવાને પગલે એસટીની અંદાજે 1000 થી વધુ ટ્રીપો રદ્દ થશે જેનો ભોગ મુસાફરો બનશે.

મુખ્યમંત્રી અાનંદીબેન પટેલે તાપી જિલ્લાની મુલાકાત લીધા બાદ શનિવારે વલસાડ અને ધરમપુરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે જનમેદનીને એકઠી કરવા માટે પુન: સરકારી એસટી બસનો ભરપૂર ઉપયોગ કરી સામાન્ય જનતાની દરકાર લીધી નથી. શુક્રવારે રાત્રિના 8 કલાકે વલસાડ અને સુરત એસટી ડિવિઝનની 150 બસોને વિવિધ વિસ્તારોમાં રવાના કરી દેવામાં આવશે. જેને પગલે 1000થી વધુ ટ્રીપો રદ્દ થનાર છે. એસટી ખાતા દ્વારા સરકારી બસો મનસ્વી રીતે રવાના કરી દેવાતા મુસાફર જનતાનો કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. જેથી શુક્રવારની રાત્રિથી શનિવારે મોડી રાત સુધી વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને મુસાફરો રઝળશે. એસટી નિગમ દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં એસટી બસો ફાળવવામાં આવી પરંતુ તે પહેલા મુસાફર જનતા માટે વૈકિલ્પક કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. છાસવારે એસટી બસોનો દૂરૂપયોગ કરાતા પ્રજા પણ હવે અકળાય ઉઠી છે.

સરકાર ગેરકાયદે હેરફેરને ઉત્તેજન આપી રહી છે: રોંજીદા મુસાફર

વલસાડનામૂળીથીચીખલી મુસાફરી કરતા સારિકા પટેલે જણાવ્યું કે, સરકારના કાર્યક્રમોમાં એસટી બસોનો ઉપયાેગ કરવામાં આવતા છાસવારે મુસાફરો અટવાય છે. સરકારી તંત્ર જાણીબુઝીને પ્રજાને એસટીથી વિમુખ કરી ગેરકાયદે હેરફેર કરનારને ઉત્તેજન આપી રહી છે.

વલસાડ - સુરત ડિવિઝનમાંથી ફાળવાયેલી બસ

ડેપોબસનીસંખ્યા

વલસાડ20

વાપી20

ધરમપુર20

નવસારી15

બીલીમોરા20

આહવા5

સુરત50

વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં રઝળપાટ

હાલમાંબોર્ડનીપૂરક પરીક્ષા ચાલી રહી હોવાથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એસટી એક માત્ર સહારો છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 150 બસો ફાળવાવમાં આવી છે જે અંગે વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને કોઈ આગોતરી જાણકારી ડેપો ઉપર આપવામાં આવી નથી. જેથી વિદ્યાર્થીઓ રાબેતા મુજબ પોતાની બોર્ડની પરીક્ષા આપવા જવા માટે એસટી બસની રાહ જોઈ રઝળપાટ કરશે. જેમાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભાવિ જોખમાઈ તો જવાબદાર કોણ?

બસની વૈકલ્પિક વ્યવસ્થાની વાત તો દૂર પરંતુ કોઈ માહિતી પણ નથી આપતા: મુસાફર

વલસાડનામુસાફરદિનેશભાઈ પટેલે જણાવ્યું કે, એસટી નિગમ દ્વારા કઈ કઈ ટ્રીપો રદ્ કરવામાં આવી છે? શું વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે? તે અંગે વલસાડ એસટી ડિવિઝનના ડેપો ઉપર કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. વલસાડ એસટી ડેપો ઉપર બોર્ડ તો મુકવામાં આવ્યું છે. પરંતુ તેમાં કઈ ટ્રીપો રદ્દ છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જેથી મુસાફરોની રઝળપાટ વધશે.