તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Chikhli
 • ચીખલી તાલુકાના કુકેરી ગામે દીપડો બચ્ચા સાથે દેખાતાં ભયનો માહોલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીખલી તાલુકાના કુકેરી ગામે દીપડો બચ્ચા સાથે દેખાતાં ભયનો માહોલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુકેરીજૂના પટેલ ફળિયા વિસ્તારમાં ભૂવનેશ્વર મહાદેવ મંદિર પાસે મંગળવારે રાત્રે બચ્ચા સાથે દીપડો દેખાતા સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો છે. વારંવાર માનવવસતિમાં દીપડા દેખાવાના બનાવથી રાત્રિના સમયે બહાર આવજાવ કરતા કે ખેતીવાડીએ જતા આવતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ભય જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ચોમાસાના દિવસોમાં ખેતર, ક્યારીએ ઘાસચારો કાપવા જતા લોકો-મજૂરોમાં ભય ફેલાતા ખેડૂતોની હાલત બગડી છે.

ચીખલી તાલુકાના કુકેરી ગામે મંગળવારે રાત્રે ભૂવનેશ્વર મહાદેવ મંદિર પાસેથી જૂના પટેલ ફળિયા જવાના માર્ગ પાસે દીપડો અને જેનું એક બચ્ચુ ખેડૂત અનિલભાઈ ભગુભાઈ પરમારની નજરે ચઢ્યુ હતું. દીપડાનો પરિવાર શાંતિથી માર્ગ ક્રોસ કરી બાજુમાં આવેલા શેરડીના ખેતરમાં જતા વાત વાયુવેગે ફળિયામાં અને ગણપતિ મંડળ પાસે બેસેલા યુવાનોમાં પ્રસરતા ભયનું વાતાવરણ ફેલાયું હતું. ખેતીવાડી વિસ્તારમાં દીપડા દેખાવાના બનાવો તો વારંવાર બન્યા હતા. માનવવસતિ નજીક દીપડો બચ્ચા સાથે દેખાતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને જે પશુપાલકો કે ખેતમજૂરો ગાય, ભેંસ-બકરા પાળી જીવન ગુજારી રહ્યા છે આવા પરિવારો કોઢારમાં કે ખુલ્લી જગ્યામાં પોતાના પશુને બાંધે છે એવા પશુપાલકોમાં ભય જોવા મળી રહ્યો છે. .

દીપડા દેખાવાના બનાવથી ખાસ કરીને ખેડૂતોની દશા બગડવા પામી છે. દીપડો ખેતીવાડીની સીમમાં ફરતા હોવાની વાતથી ખેતમજૂરો ખેતીવાડીમાં કામ કરવાથી ભય અનુભવે છે અને ખેતીવાડીમાં કામ કરવા માટે આવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. કેટલીકવાર ખેતીવાડીના કામ અર્થે રાત્રિના સમયે પણ ખેડૂતોએ ખેતીવાડીની સીમમાં જવાની ફરજ પડતી હોય છે ત્યારે ગમે તે ઘડીએ ગમે ત્યાં દીપડો દેખાતા રાત્રિના સમયે ખેડૂતો એકલા ખેતરમાં જઈ શકતા નથી.

અગાઉ કુકેરી હનુમાન ફળિયામાં દીપડાએ ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યાને ટૂંકાગાળામાં એજ વિસ્તારમાં પાછો દીપડો દેખાયાની શાહી સુકાઈ નથી ત્યાં 15 દિવસના ટૂંકાગાળામાં પાછો દીપડો પરિવાર સાથે નજરે પડતા દીપડો ઝબ્બે કરવા પાંજરુ ગોઠવવાની માગ ઉઠી છે. ગામેગામ દીપડા દેખાવાના બનાવથી જંગલખાતાના અધિકારીની મુશ્કેલી પણ વધવા પામી છે કે ક્યાં ક્યાં પાંજરા ગોઠવવા અને પાંજરાની સંખ્યા માંડ 5 હોવાથી પાંજરા મુકવાની મુશ્કેલી વધી છે.

ખેતરાડી વિસ્તારમાં ઘાસચારો કાપવા જતાં લોકોમાં ભય

એંધલમાં દીપડાના બચ્ચા વિહરતા જોવા મળ્યા

ખારેલ : એંધલખાતે આવેલા દુવાડા ફાંટાથી બારોલીયા જતા રોડ ઉપર એંધલના હનુમાન ફળિયા, કિશાન ટેકરી અને માન ફળિયા આવેલા છે. અહીં અવારનવાર દીપડા દેખાવાની ઘટના બને છે જેને લઈને લોકોમાં ગભરાટ ફેલાયો છે. લોકો ઘરે ગાય, બકરા અને મરઘા પાળે છે જે ઘરની બહાર કોઢારમાં રાખે છે. હાલમાં દુવાડા ફાંટાથી બારોલીયા જતા એંધલના એક ખેડૂતની જગદીશ પટેલની વાડીના રસ્તા ઉપર દીપડાના બચ્ચાને વિહરતા વાડીમાં કામ કરતા અમૃતભાઈ હળપતિએ જોતા તેઓ ગભરાઈ ગયા હતા. ઘટના સવારે 10 કલાકની હોય ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. બચ્ચા વાડી રસ્તા ઉપરથી વાડીમાં બનાવેલા શેડ તરફ ધીમે ધીમે જઈ ત્યાંથી મરઘા ફાર્મના રસ્તા તરફ ગયા હતા. અમૃતભાઈના જણાવ્યા મુજબ અહીં દીપડા અવારનવાર દેખાય છે અને પગલા પણ દેખાય છે પરંતુ આજરોજની ઘટનામાં બચ્ચાને 10 મિનિટ સુધી જોતા દીપડા પણ વિસ્તારમાં હોવાનું અનુમાન છે. અગાઉ પણ અહીં દીપડા પકડવાનું પાંજરુ મુક્યું હતું પરંતુ 10 દિવસ બાદ પણ એક દીપડો કે દીપડી પાંજરે પૂરાયો હોવાથી લોકોમાં ભયનો માહોલ છે.

હાલમાં હનુમાન ફળિયામાં દીપડાએ ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો