• Gujarati News
  • વોન્ટેડ આરોપી ઝડપાયો

વોન્ટેડ આરોપી ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |ચીખલી તાલુકાના ખુડવેલ ગામે નવાનગર ખાતે રહેતી લીલા રાજુભાઈ હળપતિને ત્યાં ખુલ્લેઆમ દારૂ મળતો હોવાની બાતમીના આધારે પોલીસે ગત તા.28-9-2014ના રોજ રેડ કરી ત્યાંથી વ્હિસ્કી તથા બિયરની 830 નંગ બોટલો જેની કિંમત 57400 મળી આવી હતી. જેમાં પોલીસે દારૂ વેચનાર લીલા હળપતિની ધરપકડ કરી હતી. જ્યારે વેચવા માટે દારૂ આપનાર આસીમ નીઝામ શેખ (રહે.ખેરગામ કુંભારવાડ)ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. જેને પોલીસે ગત તા.14-11-2014ના રોજ ઝડપી પાડ્યો હતો.