બામણવેલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી | બામણવેલએક્તા ગ્રુપ દ્વારા સેવા ભાવનાનો ઉદ્ધેશ જળવાઇ રહે હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા 52 યુનિટ રક્ત એકત્રીત થવા પામ્યું હતુ. ચીખલી તાલુકાના બામણવેલ ગામે યુવા અગ્રણી કલ્પેશભાઇ કે.લાડ,વિપુલભાઇ પટેલ સહિતના યુવાનોએ એક્તા ગ્રુપ અને લાયન્સ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબીર યોજવામાં આવતા જેમાં યુવાનોએ જોડાઇને 52 જેટલા રક્તદાતાએ રક્તદાન કરી રક્તદાન મહાદાનનું સૂત્ર સાર્થક કરી બતાવ્યંળ હતુ. યુવા અગ્રણી કલ્પેશભાઇ લાડ યુવાનોની રક્તદાન પ્રત્યેની ભાવનાને બિરદાવી હતી અને રક્ત એક એવી વસ્તુ છે કે કોઇ જગ્યાએ કે કોઇ ફેક્ટરીમાં થઇ શક્તું નથી.ત્યારે રક્તદાતાઓજ આગળ આવી બુઝાની જીંદગીને બચાવવાનું કાર્ય કરી જીવનમાં મોટામાં મોટી સેવાનું ફળ મળે છે. કાર્યક્રમને સફળ બતાવવા માટે એક્તા ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...