• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Chikhli
  • ખેરગામ માર્ગ પર વાહન અડફેટે વીજપોલ તૂટતા વીજપ્રવાહ ખોરવાયો

ખેરગામ માર્ગ પર વાહન અડફેટે વીજપોલ તૂટતા વીજપ્રવાહ ખોરવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાદકપોર-તલાવચોરાગામની સીમમાં ગુરૂવારે વહેલી સવારે ખેરગામ માર્ગ ઉપર વાહનની અડફેટે વીજપોલ તૂટી ગયો હતો. બનાવના કારણે વીજપ્રવાહ ખોરવાવાના બનાવમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ચીખલી કચેરી દ્વારા ચીખલી પોલીસ મથકે ફક્ત અરજી આપી સંતોષ માનવામાં આવ્યો છે. મુદ્દો ચીખલી-ખેરગામ વિભાગમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

ચીખલી-ખેરગામ રાજ્ય ધોરીમાર્ગ પર સાદકપોર-તલાવચોરા ગામની સીમમાં ગુરૂવારની વહેલી સવારે વાહનની અડફેટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો જીવંત વીજલાઈનનો વીજપોલ તૂટી ગયો હતો, જેના કારણે સોલધરા, પીપલગભાણ, સાદકપોર સહિત ગામોમા મળસ્કેના સમયે વીજપ્રવાહ બંધ થઈ ગયો હતો, જેના કારણે કલાકો સુધી અંધારપટ છવાઈ ગયો હતો. વીજગ્રાહકોને વધુ તકલીફ પડે માટે વીજકંપની દ્વારા નવો વીજપોલ નાંખી વીજ પુરવઠો પાછો ચાલુ કરાયો હતો. મળતી વિગતો અનુસાર ખેરગામ પોલીસ મથકની જીપ બોલેરો (નં. જીજે-21-જી-342)ના ચાલકે વહેલી સવારે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી એજ વિસ્તારમાં જીપને અકસ્માત નડ્યો હતો. જીપ રોડની બાજુમાં ઉતરી જઈ પલટી મારી ગઈ હતી. જેમાં પોલીસની જીપને ઉપરના ભાગે તેમજ કાચ ભાંગી જતા નુકસાન થયું હતું. જેમાં સવાર પો.કો. ઓમપ્રકાશ શુકલા અને એક હોમગાર્ડનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. બાબતની નોંધ ખેરગામ પોલીસ મથકના દફતરે પણ થવા પામી છે.

વીજ કંપનીને મિલકતને કોઈ સામાન્ય વ્યક્તિથી નુકસાન થાય તેવા સંજોગોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ વસૂલાત કરવા તલપાપડ બનતા હોય છે અને વસૂલાત બાબતે દબાણ કરવામાં પણ કચાશ છોડાતી નથી. તલાવચોરા-સાદકપોર ગામની સીમમાં વીજપોલ વાહનની અડફેટે તૂટી જવાના બનાવમાં પોલીસની જીપ હોવાની આશંકા કે પછી વીજ કંપનીના જવાબદારો બાબતથી જાણકાર હોવા છતાં માત્ર અરજી આપી સંતોષ માની ફક્ત રીત પૂરી હોવાનું જણાય છે. બીજી બાજુ ખેરગામ પોલીસની જીપ દારૂ ભરેલી કારનો પીછો કરતા અકસ્માત સર્જાયો હોવાની બૂમ પણ ઉઠવા પામી છે અને જે પોલીસ જીપના અકસ્માતથી વીજપોલ તૂટી જવાનો બનાવ બન્યો હોવાનું કહેવાય છે ત્યારે ખેરગામ પોલીસને ચીખલીની હદમાં પીછો કરવાની શું જરૂરિયાત ઉભી થઈ તેના અનેક સવાલો ઉભા થયા છે.

વીજપોલ તૂટી પડતા વીજપ્રવાહ ખોરવાયો હતો વીજપોલ. તસવીર- પ્રશાંતસિંહ પરમાર

નવો વીજપોલ નાંખી વીજપ્રવાહ ચાલુ કરાયો

^કોઈક વાહન અથડાતા વીજપોલ તોડી પડાતા બનાવની અરજી ચીખલી પોલીસ મથકમાં આપવામાં આવી છે અને વીજપ્રવાહ બંધ થતા ગ્રાહકોને વધુ મુશ્કેલી પડે માટે નવો વીજપોલ નાંખી વીજપ્રવાહ ચાલુ કરવામાં આવ્યો હતો. > જે.એ.પરમાર,ના.ઈજનેર,દ.ગુ. વીજ કંપની ચીખલી

જીપનું ટાયર ફાટતાં થાંભલા સાથે અથડાઈ

^હું અને ડ્રાઈવર મિથુન તેમજ હોમગાર્ડ ચીખલી પોલીસ મથકથી પરત ખેરગામ આવતા હતા ત્યારે સાદકપોર ચાડીયા વળાંક પાસે જીપનું ટાયર ફાટતા જીપ થાંભલા સાથે અથડાઈ હતી અને પલટી ખાઈ જતા નુકસાન થયું હતું અને બાબતની નોંધ પોલીસ મથકે પણ કરવામાં આવી છે. > ઓમપ્રકાશશુકલા, પો.કો.,ખેરગામ પોલીસ મથક

કોઇ વાહને પોલ તોડ્યાની અરજી પોલીસમાં અપાઇ

દારૂની કારનો પીછો કરતા વીજપોલ સાથે પોલીસની જીપનો અકસ્માત થયાની વાત

વીજપોલ સાથે ખેરગામ પોલીસની જીપ અથડાઇ હતી

અન્ય સમાચારો પણ છે...