તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રમાં આમૂલ પરિવર્તન આવવાનું છે : ચીમન સાપરિયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલીખાતે સૌરાષ્ટ્ર અને કડવા અને લેઉવા પાટીદાર સેવા સમાજ અને દક્ષિણ ગુજરાત બ્લેક ટ્રેપ કવોરી ઓનર્સ એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરીયાનો સન્માન સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત કવોરી ઓનર્સ એસો.ના પ્રમુખ હિતેન્દ્રભાઈ ઉપાધ્યાય, પ્રમુખ સમજુભાઈ આદરેસરા તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહી મંત્રીને સન્માનિત કરી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવતા મંત્રીએ પોતે સામાજિક અને રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય તેમ છતાં ઓછા સમયમાં પણ બને એટલા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની હૈયાધરપત આપી હતી.

સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના પ્રમુખ સમજુભાઈ આરદેસરાએ સ્વાગત પ્રવચન કરી ચીમનભાઈ નિષ્ઠાવાન અને પ્રમાણિક વ્યક્તિ સરકારમાં બેઠા છે અને જેઓ કવોરી ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા હોવાનું જણાવ્યું હતું.

નવસારી જિલ્લા કવોરી એસો.ના સલીમભાઈ પટેલે ચીમનભાઈ સાપરીયા હરહંમેશ આપણી સાથે કવોરીના પ્રશ્ન બાબતે સહકારમાં રહ્યા છીએ અને કવોરીના પ્રશ્નોથી વાકેફ રહી સરકારમાં વખતોવખત રજૂઆત કરતા આવ્યા છે. ગુજરાત એસો.ના પ્રમુખ હિતેન્દ્રભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે જેઓ કવોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને જે કવોરીના ખાડા મપાયા હોય તો જે ચીમનભાઈને આભારી છે નહીં તો કવોરીવાળાને આશરે 300 કરોડ જેટલો દંડ થયો હોત ચીમનભાઈ લોકોની વચ્ચે લોકોની સાથે કામ કરતા આવ્યા છે.

ગુજરાત સરકારના કૃષિ અને ઉર્જા વિભાગના કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરીયાએ જણાવ્યું હતું કે હું પહેલા પાયાનો સામાજિક કાર્યકર છું.

કવોરી ઉદ્યોગ સાથે પણ વર્ષોથી સંકળાયેલો હોવાથી કવોરીના પ્રશ્નોથી પણ વાકેફ છૂ અને વખતોવખત કવોરીને લગતા પ્રશ્નો બાબતે સરકારમાં રજૂઆત કરતો આવ્યો છું હું ખેડૂત છું અને મને ખેતી, ગામડુ અને ખેડૂતોના પ્રશ્નોથી ખુબ પરિચિત છું. હજુ સૌરાષ્ટ્રમાં વધુ આમુલ પરિવર્તન આવવાનું છે.

સત્કાર સમારોહમાં નવસારી જિલ્લા કવોરી એસો.ના પ્રમુખ સલીમભાઈ પટેલ, વલસાડ જિલ્લા કવોરી એસો. પ્રમુખ મુકેશસિંહ ઠાકોર મહેસાણા મિત્ર મંડળના ડો. જયંતિભાઈ તેમજ હોદ્દેદારો સમાજના આગેવાનો, ઉદ્યોગપતિ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પાટીદાર સમાજ અને ક્વોરી એસો. દ્વારા સન્માન સમારોહ

મંત્રીની ક્વોરીને લગતા પ્રશ્નો બાબતે સરકારમાં રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો