તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગમાં કોઈક ઠેકાણે મધ્યમ તો કોઈક ઠેકાણે ઝરમરિયો વરસાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લાના ગિરિમથક સાપુતારા અને મુખ્ય મથક આહવા સહિત અનેક ગામોમાં શુક્રવારે વહેલી સવારથી બપોર સુધીના ગાળામાં કોઈક ઠેકાણે મધ્યમ તો કોઈક ઠેકાણે ઝરમરીયો વરસાદ વરસતા માર્ગો ઉપર પાણી પાણી થઈ ગયા હતા. બપોરબાદ અમુક ઠેકાણે હળવો તાપ પડતા અહીંનું સમગ્ર વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.

ડાંગ જિલ્લામાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ધીમી ગતિએ લય પકડતા આદિવાસી ખેડૂતોના ભરપૂર ધાન્યથી ઉભરતા ખેતરો તરીતૃપ્ત જોવા મળી રહ્યા હતા. ચાલુ મહિનામાં મેઘરાજાએ કોઈક ઠેકાણે ઝરમરીયો અને મધ્યમ સ્વરૂપે વરસવાનું ચાલુ રાખતા વાતાવરણ ખુશનુમા બન્યુ છે.

શુક્રવારે વહેલી સવારથી બપોર સુધી ગિરિમથક સાપુતારા, શામગહાન, બારીપાડા, ચીખલી, સાકરપાતળ, માનમોડી, ગલકુંડ, બોરખલ, આહવા અને વઘઈ સહિત ગામોમાં કોઈક ઠેકાણે મધ્યમ અને કોઈક ઠેકાણે ઝરમરીયો વરસાદ વરસતા ઠેર ઠેર માર્ગો ઉપર ડહોળા પાણી રેલાયા હતા. જેમાં બપોર બાદ મોટાભાગના ગામોમાં હળવો તડકો પડતા અહીં સમગ્ર સ્થળોનું વાતાવરણ ખુશનુમામય બની જવાની સાથે રમણીય લાગી રહ્યું હતું.

વરસાદ પડતા માર્ગો પર પાણી રેલાયું હતું. તસવીર-પાંડુચૌધરી

ઠેર ઠેર માર્ગો ઉપર વરસાદના કારણે ડહોળા પાણી રેલાયા

બપોર બાદ તડકો નીકળતા વાતાવરણ ખુશનુમા બન્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો