24 કલાકમાં વાંસદામાં 8, ચીખલીમાં 7 ઈંચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા24 કલાકમાં સમગ્ર નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. ચીખલીમાં 7 ઈંચ ખાબક્યો હતો. જેમાં 6 ઈંચ તો માંડ 14 કલાકમાં પડી ગયો હતો. વાંસદામાં પણ 12 કલાકમાં સાડા 6 ઈંચથી વધુ પડી ગયો હતો.

ગત બુધવારની રાત્રિથી આજે ગુરૂવારે દિવસ દરમિયાન સમગ્ર નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ ચીખલી તાલુકામાં ઝીંકાયો હતો. ચીખલીમાં ગુરૂવારે સાંજે 6 કલાક પૂરા થતા 24 કલાકમાં 7 ઈંચ પડ્યો હતો. જેમાં 6 ઈંચ તો રાત્રિના 2 વાગ્યાથી ગુરૂવારે સાંજના 4 વાગ્યા સુધીના 14 કલાકમાં પડી ગયો હતો. ભારે વરસાદને કારણે જૂજ-કેલીયા ડેમમાં 80 ટકા પાણી ભરાતા ચીખલી વિસ્તારના અનેક ગામો એલર્ટ કરાયા હતા. ચીખલી તાલુકાના અનેક માર્ગો ઉપર પાણી ભરાયા હતા. ગીતવણી નદીનો પુલ પુન: ડુબાઉમાં જતા ફડવેલ-સારવણી, કંસારીયા માર્ગ બંધ કરાયો હતો. ચીખલીને અડીને આવેલા ખેરગામમાં પણ 24 કલાકમાં 7 ઈંચ પાણી પડતા તાલુકાની પ્રાથમિક શાળામાં રજા જાહેર કરાઈ હતી. ખેરગામથી વલસાડ જતા રસ્તા ઉપર ઔરંગા નદીના પાણી વધી જતા ઉક્ત રસ્તા ઉપરથી અવરજવર બંધ કરાઈ હતી.

વાંસદા તાલુકામાં 24 કલાકમાં 8 ઈંચ પાણી પડ્યું હતું. જેમાં ગુરૂવારે દિવસના 12 કલાકમાં સાડા 6 ઈંચ પાણી પડતા તાલુકો પાણીથી રેલમછેલ થઈ ગયો હતો. વાંસદા તાલુકાનો જૂજ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં હતો ત્યારે વાંસદા તાલુકાના જૂજ સહિતના અનેક ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. અનુસંધાન પાના નં. 2

નવસારીમાં ભારે વરસાદને કારણે બંને કાંઠે વહેતી પૂર્ણા નદી.

ભારે વરસાદની આગાહી

હવામાનવિભાગ દ્વારા 28 અને 29 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના અરબી સમુદ્રકાંઠા વિસ્તાપરમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે કલેકટર રવિ કુમાર અરોરાએ અધિકારીઓને હેડ કવાટર્સ છોડવા સુચનાઓ જારી કરી છે. નવસારી નિવાસી અધિક કલેકટર કે.એસ.વસાવાએ તમામ મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરોને તાત્કા લિક સાવચેતીના પગલાંઓ લેવા અને કોઇપણ ઘટના બને તો તાત્કાજલિક ફલડ કંટ્રોલરૂમમાં જાણ કરવા સુચના આપી છે. તાલુકાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને તલાટી કમ મંત્રી સહિત બિનચુક હેડકવાટર્સ પર હાજર રહેવા સુચના આપી છે.

વાંસદાના જૂજ-કેલીયા ડેમની ઓવરફ્લો થવાની શક્યતાને લઇ અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યાં

વરસાદી એલર્ટ | સમગ્ર નવસારી જિલ્લામાં ભારે વરસાદ, માર્ગો પર પાણી ભરાયાં, કેટલીક શાળાઓમાં રજા

અન્ય સમાચારો પણ છે...