• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Chikhli
  • આલીપોર નજીક નેશનલ હાઈવે પર નવસારીના બે યુવક દારૂ સાથે ઝડપાયા

આલીપોર નજીક નેશનલ હાઈવે પર નવસારીના બે યુવક દારૂ સાથે ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીપોલીસ મથકની પોલીસ વાનના રમેશભાઈ બુધાભાઈ પટેલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા ત્યારે શંકાસ્પદ બાઈક પર બે વ્યક્તિ સવાર જણાતા તપાસ હાથ ધરતા દારૂ સાથે ઝડપાતા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામા આવી છે.

ચીખલી પોલીસ મથકનું વાહન હાઈવે પેટ્રોલિંગમાં હતું વખતે પો.કો. રમેશભાઈ પટેલને શંકાસ્પદ બાઈક (નં. જીજે-21-એઈ-5959) જણાતા જેને આલીપોર ગામની સીમમાં ઉભા રાખી તપાસ કરતા બાઈક પર સવાર બે ઈસમ અંકિત રમેશભાઈ ટંડેલ અને હિતેશ કાંતિલાલ ચૌહાણ (રહે. નવસારી)ના કબજામાંથી 4 નંગ બીયર તથા 10 નંગ વ્હિસ્કીની બોટલ કિંમત રૂ. 5400નો દારૂ સાથે ઝડપાઈ જતા પોલીસે રૂ. 50 હજારની બાઈક સાથે રૂ. 55400નો મુદ્દામાલ કબજે લઈ ગુના દાખલ કરી વધુ તપાસ ચીખલી પોલીસે હાથધરીછે.

બાઇક અને દારૂ મળી રૂ. 55400નો મુદ્દામાલ કબજે

અન્ય સમાચારો પણ છે...