• Gujarati News
  • રસોઈ બનાવતા દાઝેલી પરિણીતાનું મોત

રસોઈ બનાવતા દાઝેલી પરિણીતાનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી :ચીખલીના અઢારપીર ગામે રહેતી 27 વર્ષીય મુસ્લિમ પરિણીતા રજીયાબેન મહમદભાઈ કુરેશી ગઈકાલે રાત્રિના સમયે પોતાના ઘરમાં પ્રાયમસ ઉપર રસોઈ બનાવી રહી હતી. સમયે પ્રાયમસમાંથી અચાનક ઝાળ નીકળતા રજીયાબેન મહમદભાઈ કુરેશીએ શરીરે પહેરેલા કપડામાં આગ લાગી જતા રજીયાબેન મહમદભાઈ કુરેશી શરીરે દાઝી ગઈ હતી. તેને સારવાર અર્થે ચીખલીની આલીપોર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. અંગેની જાણ ચીખલી પોલીસમાં મહમદ ઈમરાન કુરેશી (રહે. બામણવેલ પાટીયા પાસે, વાંઝરી ફળિયા)એ કરી હતી.