તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીખલીમાં પવનના સાથે વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી |ચીખલી પંથકમાં દિવસભર ગરમીના પ્રકોપ બાદ સાંજના સમયે પવનના સૂસવાટા સાથે વરસાદ ખાબક્તા ઠેર ઠેર પાણી વહેતા થઇ ગયા હતાં.બીજી તરફ વાતાવરણમાં શીતલહેર વ્યાપી જતા લોકોને ગરમીથી રાહત થઇ હતી.શનિવારના રોજ બપોરબાદ મેઘાએ વિરામ લીધો હતો અને ત્યારબાદ અસહ્ય ગરમીવાળા વાતાવરણ વચ્ચે રવિવારની સાંજે કાળા વાદળો ઘેરાવા સાથે પવનના સૂસવાટા વચ્ચે તેજ ગતિથી વરસાદ વરસવાનું શરૂ થઇ ગયું હતું.જોકે અડધો કલાક બાદ વરસાદે વિરામ લીધો હતો.પરંતુ દિવસભર કોરુકટ રહયા બાદ સાંજના સમયના વરસાદથી વાતાવરણ ઠંડુ બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...