તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Chikhli
  • ભાસ્કર િવશેષ | મોટા ભાગે ટામેટાનો જથ્થો મહારાષ્ટ્ર ઉપરાંત મધ્યપ્રદેશ વિસ્તારમાંથી આવે છે

ભાસ્કર િવશેષ | મોટા ભાગે ટામેટાનો જથ્થો મહારાષ્ટ્ર ઉપરાંત મધ્યપ્રદેશ વિસ્તારમાંથી આવે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીસહિતના શાકભાજી બજારોમાં ટામેટાના કિલોના ભાવ રૂ. 80થી 100 વચ્ચે પહોંચી ગયા છે. મોંઘાદાટ ટામેટાને લઈને ગૃહિણીઓમાં કકળાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સોશ્યલ મિડિયા પર અચ્છે દિન આયા પેટ્રોલ કરતા ટામેટાના ભાવ વધુની કોમેન્ટ થવા માડી છે.

શાકમાર્કેટ બજારોમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસાના સમયમાં ખેડૂતો દ્વારા ખેતરોમાં ડાંગર જેવા પાકનું વાવેતર કરતા હોવાથી હાલમાં શાકભાજી માર્કેટમાં શાકભાજીનો જથ્થો ઓછો આવે છે. તે ઉપરાંત જીએસટીના કાયદાને લઈને ટ્રાન્સપોર્ટનો ચાર્જ પણ વધી જવા પામ્યો છે. મોટાભાગે ટામેટાનો જથ્થો મહારાષ્ટ્ર ઉપરાંત મધ્યપ્રદેશ વિસ્તારમાંથી આવતા હોય છે ત્યારે હાલમાં શાકભાજીના વાહનો પણ ઓછા આવી રહ્યા છે. આવા અનેક કારણોસર શાકભાજીના ભાવ આકાશને આંબ્યા હોય તેમ જોવા મળ્યા છે.

ચીખલીના શાકભાજી માર્કેટમાં ટામેટાના ભાવ હાલમાં રૂ. 80થી 100 વચ્ચે બોલાઈ રહ્યો છે. જેની સામે મરચા સહિતના શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને ગૃહિણીઓમાં શાકભાજીના ભાવને લઈને કકળાટ જોવા મળી રહ્યો છે. એક તરફ જીએસટીના કાયદાને લઈને ટ્રાન્સપોટિંગ વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હોય અને આવા અનેક કારણોસર ટામેટાના ભાવ ઉંચા જતા ગૃહિણીમાં કકળાટ વધ્યો છે.

ટામેટાના ભાવ વધતા ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. તસવીર-પ્રશાંતસિંહપરમાર

બજેટ ખોરવાઈ જાય છે

^ભાવવધારાનેકારણે બજેટ ખોરવાઈ જાય છે. શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા છે. ટામેટા તો 80થી 100 જેટલા ભાવે પહોંચી ગયા છે તેમજ અન્ય શાકભાજી જેમ કે બટાકા, મરચા સહિત શાકભાજીના ભાવમાં વધારો થયો છે. આથી ભાવવધારાના કારણે બજેટ ખોરવાઈ જાય છે અને મુશ્કેલી વધી રહી છે.> નીતાબેનપટેલ, ગૃહિણી

ટામેટાના 1 કિલોના ભાવ 80થી 100 વચ્ચે બોલાયા

અન્ય સમાચારો પણ છે...