• Gujarati News
  • ચીખલીના ટાંકલ ગામની પરિણીતા પિયર ગયા બાદ ગુમ

ચીખલીના ટાંકલ ગામની પરિણીતા પિયર ગયા બાદ ગુમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી તાલુકાના ટાંકલ ગામે રહેતી ૩૧ વર્ષીય મહિલા પુષ્પાબેન સુનિલભાઈ મણીલાલભાઈ પટેલ પોતાના પિયર રાનકુવા ગામના વડ ફળિયા ખાતે રહેતા પિતાને ત્યાં આવી હતી. દરમિયાન ઘરેથી પોતાની સોસાયટીમાં જાઉ છું એમ કહી ઘરેથી નીકળી પછી પરત પોતાના ઘરે કે તેના પિતાના ઘરે નહીં પહોંચતા તે ગુમ થયાની જાણ ચીખલી પોલીસ મથકમાં ગુમ થનાર મહિલાના પતિ સુનિલભાઈ મણીલાલ ઢો. પટેલ (ઉ.વ. ૩૬, રહે. ટાંકલ રિલાયન્સ ટાવરની બાજુમાં, તા. ચીખલી, જિ. નવસારી)એ આપી હતી. ગુમ થનાર મહિલાએ શરીરે લાલ કલરની ડિઝાઈનવાળી સાડી તથા લાલ કલરની બ્લાઉઝ પહેરી છે.