તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Chikhli
  • બલવાડા પાસે હાઈવે પર કન્ટેનર અને લક્ઝરી અથડાતાં સાત મુસાફરોને ઈજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બલવાડા પાસે હાઈવે પર કન્ટેનર અને લક્ઝરી અથડાતાં સાત મુસાફરોને ઈજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બલવાડાને.હા.નં. 8 પર આજે મળસ્કે ટ્રક કન્ટેનરની પાછળ લકઝરી બસ અથડાતા લકઝરીમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજા થતા ઈજાગ્રસ્તોને આલીપોર સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ને.હા. નં. 8 પર ચીખલી તાલુકાના બલવાડા ગામે આજે વહેલી સવારે મળસ્કે ઓવરબ્રિજ બગલાદેવ મંદિર પાસે વલસાડથી નવસારી જતા ટ્રેક પર મુંબઈથી સુરત તરફ જતી લકઝરી બસ (નં. જીજે-5-બીવી-9532)ના ચાલકે આગળ આવતા ટ્રક કન્ટેનર (નં. ડીડી-03-એફ-9328) સાથે પાછળના ભાગે લકઝરી ધડાકાભેર અથડાવી દીધી હતી. અકસ્માતમાં લકઝરીના કેબિનનો આગળના ભાગનો એક બાજુ ફૂરચેફૂરચા થઈ જતા લકઝરીમાં મુસાફરી કરતા 6થી 7 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી. જેમાં સુરેશભાઈ ગોવિંદભાઈ જોષી (ઉ.વ.આ. 40, રહે. પાટણ)ને કાનના ભાગે તેમજ મોંના ભાગ ઉપર તેમજ વિજયપાલ બી. ગુર્જર (રહે. રાજસ્થાન)ને પગ અને જમણા હાથમાં તેમજ છાતીના ભાગે તેમજ માથાના ભાગે ઈજા થતા તેમને આલીપોર સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતની કોઈ પોલીસ ફરિયાદ લખાઈ રહ્યું છે ત્યાં સુધી દાખલ થઈ નથી. જોકે અકસ્માત જોતા લકઝરી બસના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતથી દૂર સુધી ધડાકો સંભળાતા હાઈવેની નજીકની હોટલ, ધાબા, ગેરેજવાળાએ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવી સારવાર અપાવી હતી.

બલવાડા નજીક હાઈવે પર બનેલા ગમખ્વાર અકસ્માતમાં બે વાહનો અથડાવાને કારણે નુકસાન પામેલી લકઝરી બસ અને ટ્રકકન્ટેનર.

મુંબઇથી સુરત તરફ જતી લકઝરી આગળ ચાલતા કન્ટેરમાં ઘુસી ગઇ

ઇજાગ્રસ્તોને તાત્કાલિક આલીપોરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો