તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આલીપોર પાસેથી 38 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલીનાઆલીપોર નજીક નેશનલ હાઈવે ઉપરથી રૂ. 38.79 લાખનો દારૂ ભરેલું કન્ટેનરને આર.આર.સેલે ઝડપી પાડી રૂ. 63.89 લાખના મુદ્દામાલ સાથએ ચાલકની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ ભરાવનાર હરિયાણાના એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.

બુધવારની સાંજે આર.આર.સેલ સુરતના પોલીસકર્મી દેવર્શી જ્યોર્જ સહિત સ્ટાફે પૂર્વબાતમીના આધારે ચીખલીમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે ઉપર આલીપોર નામની સીમમાં આવેલ રિલિફ હોટલના દક્ષિણ ભાગે આવેલા પાર્કિંગમાં મુકેલું કન્ટેનર (નં. એચઆર-55-એચ-9568)માં તપાસ હાથ ધરતા કન્ટેનરમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 27120 રૂ. 38,79,600નો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા સાથે રૂ. 500ની કિંમતનો એક મોબાઈલ, રૂ. 9000 રોકડા અને કન્ટેનરના રૂ. 25 લાખ મળી કુલ રૂ. 63,89,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કન્ટેનરના ચાલક શોકીન જુમ્માખાન (ઉ.વ. 30, રહે. હરિયાણા)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર હરિયાણા-ગુડગાંવના રામસિંગ પંજાબી નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉપરોક્ત દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર વડોદરા ગોલ્ડન ચોકી પાસે પહોંચાડવાનો હોવાનું જાણવા મળ્યું હતું. આર.આર.સેલ દ્વારા ઝડપાયેલા દારૂના જથ્થા અંગેની વધુ તપાસ ચીખલી પોલીસે હાથ ધરી છે.

દારૂ ભરેલા કન્ટેનરનો ડ્રાઇવર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો