તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બલવાડા ગામે 1998 બાદ નહેરમાં સિંચાઇનું પાણી બંધ થતાં રજૂઆત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બલવાડાપ્રાથમિક શાળામાં નવસારી જિલ્લા નાયબ પોલીસવડા વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગતિશીલ ગુજરાત અંતર્ગત ગ્રામવિકાસનો કાર્યક્રમ યોજાતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 1998થી સિંચાઈની કેનાલમાં પાણી આવવા સાથે પાયાની સુવિધા લંગડાતી હોવાની રજૂઆત થઇ હતી. બીજા અનેક પ્રશ્નોની રજૂઆત થયા સાથે નક્કર પરિણામ લાવવાની ગ્રામજનોએ હિમાયત કરી હતી.

ચીખલી તાલુકાના બલવાડા ગામે ગતિશીલ ગુજરાત અંતર્ગત ગ્રામવિકાસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવસારી ડીવાયએસપી વી.જે. જાડેજા, ચીખલી તાલુકા મામલતદાર કે.એન. પટેલ, માર્ગ મકાન વિભાગના ઈજનેર એમ.એન. ચૌધરી, તાલુકા પંચાયત સભ્ય સુરેશભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાતા મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. બલવાડાના અમૃતભાઈ પટેલ દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાય માટે કુટિર બનાવવા માટે ગૌચરણની જમીનની માંગણી કરતા અધ્યક્ષસ્થાનેથી વી.જે.જાડેજાએ જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ હવે કોઈને પણ ગૌચરણની જમીન આપી શકાય એમ નથી. રમણભાઈ પટેલ દ્વારા ગ્રામપંચાયત વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ લગાવવાની હોય મંજૂરી માટે નેશનલ હાઈવે નં. 8 ઉપર નવસારી જિલ્લાના પ્રવેશ થતો હોય ગુનાખોરી, ચોરી જેવી ગેરકાયદે પ્રવૃત્તિ કરી જિલ્લામાં પ્રવેશ થતો હોય અને ગુનેગારો માર્ગથી નવસારીમાં પ્રવેશતા હોય તો જિલ્લા પ્રવેશદ્વાર પાસે સીસીટીવી કેમેરા મુકવાની રજૂઆત કરાઈ હતી.

બલવાડા ગામની સિંચાઈ કેનાલમાં 1998થી સિંચાઈનુ પાણી વહેતુ બંધ થઈ જતા ખેડૂતોએ આર્થિક નુકસાન વેઠવું પડતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી. મોહનભાઈ પટેલ દ્વારા ગ્રા.પં.નું પંચાયત ઘર માટે ગ્રાંટ અપાતી નથી અને ગ્રા.પં. ભવન બનાવાતુ નથી. બેવાર બલવાડા ગ્રામપંચાયત સમરસ થવા છતાં પંચાયત ભવન બન્યું હોવાની રજૂઆત કરતા અધ્યક્ષસ્થાનેથી વી.જે. જાડેજાએ બાબતની રજૂઆત ધારાસભ્ય-સાંસદને કરી યોગ્ય કરવા જણાવવામાં આવ્યું હતું.

તદઉપરાંત પાયાની સુવિધા ગણાતી રસ્તા, વીજળી, પાણી અને શિક્ષણના પ્રશ્નો પણ રજૂ થયા હતા.

બલવાડા ગામે ગતિશીલ ગુજરાત અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો. તસવીર- ભાસ્કર

સમરસ થવા છતાં પંચાયત ભવન માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી

ગતિશીલ ગુજરાત કાર્યક્રમ ના. પોલીસ વડા સમક્ષ પ્રશ્નોની ઝડી વરસી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો