તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Chikhli
 • ચીખલીના વંકાલ ગામે જાતિવિષયક ટિપ્પણીમાં એટ્રોસિટીની ફરિયાદ થઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીખલીના વંકાલ ગામે જાતિવિષયક ટિપ્પણીમાં એટ્રોસિટીની ફરિયાદ થઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલીતાલુકામાં સરપંચની બેઠકોમાં ફેરફાર કરતા વંકાલ ગામે સોશ્યલ મિડિયા પર એક વોટ્સઅપ ગ્રુપમાં જાતિ અંગે ટીપ્પણી કરાતા દલિત સમાજના લોકો ઉશ્કેરાયા હતા ત્યારે સોશ્યલમિડિયા ઉપર ગ્રુપમાં ટીપ્પણી કરનાર સામે માહ્યાવંશી સમાજના લોકો ઉપસ્થિત રહી કલેકટરને આવેદનપત્ર આપી ચીખલી પોલીસમાં એટ્રોસિટીની ફરિયાદ નોધાવી હતી.

તાલુકામાં એક માત્ર વંકાલ ગ્રામપંચાયતમાં સરપંચની બેઠક અનુસુચિત જાતિને ફળવવામાં આવી છે ત્યારે બેઠકને લઈ વંકાલ ગામમાં સોશ્યલમિડિયા ઉપર સામાજીક કાર્ય માટે બનાવેલા સોશ્યલ મિડીયા ઉપર બનાવેલ ઝરણા ગ્રુપમાં ગ્રુપના એક સભ્ય અમિત પટેલે જાહેરમાં માહ્યાવંશી સમાજ અંગે ટીપ્પણી કરી હતી જે ટીપ્પણીને લઈ ગામના માહ્યાવંશી સમાજના લોકો દ્વારા અમિત પટેલ વિરૂદ્ધ રોષ ફેલાયો હતો. વંકાલ ગામના માહ્યાવંશી સમાજના લોકો દ્વારા બુધવારે અમિત પટેલ વિરૂદ્ધ કલેકટરને આવેદનપત્ર આપીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી તો આવેદનમાં જણાવ્યા મુજબ સમાજ દ્વારા સરપંચને જાણ કરી સમાધાન કરવાની કોશિશ કરી હતી તેમ છતા સમધાન થતા આવેદન આપવામાં આવ્યુ હતુ. યુવકે અમિત પટેલે ગામના ઝરણા ગ્રુપમાં માહ્યાવંશી સમાજની કરેલ ટીપ્પણીને પગલે આગેવાન તુષારભાઈ રાઠોડે ચીખલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે અમિત સુમનભાઈ પટેલ વિરૂદ્ધ એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરી તપાસ નવસારી જિલ્લા એસસી એસટી સેલના ઈનચાર્જ ડીવાયએસપી વી.જે.જાડેજાએ હાથ ધરી છે.તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વંકાલ ગામમાં સવારથીજ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઘટના બાદ ભાજપના નેતાઓ દ્વારા પણ સમાધાનના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

જિલ્લા કલેકટરને આવેદન આપતા માહ્યાવંશી સમાજના આગેવાનો.

કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો