ચીખલી સ્પંદન હોસ્પિટલ ખાતે નેત્ર શિબિર યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | સ્પદંન હોસ્પિટલ ચીખલી ખાતે હેન્ડ ટુ હેન્ડીકેપ ફાઉન્ડેશનનાં સૌજન્યથી અને લાયન્સ ક્લબ મીડટાઉન નવસારીનાં સથવારે નેત્ર ચિકિત્સાનો કેમ્પ રોટરી આઇ હોસ્પિટલ નવસારીનાં સહયોગથી યોજવામાં આવ્યો હતો. લા.પ્રમુખ રસિક દેસાઇ નિવેદનમાં જણાવ્યું કે આ કેમ્પમાં કુલ 155 આંખનાં દર્દીઓએ લાભ લીધો હતો. કુલ 57 જોડી ચશ્માનું વિનામુલ્યે વિતરણ કર્યુ હતું. ત્યાં 44 આંખનાં દર્દીઓને મોતિયો જણાતાં તમામનું નવસારી રોટરી આઇ હોસ્પિટલ ખાતે ઓપરેશન કરવામાં આવશે. આ કેમ્પમાં લા. જગદીશ શાહ ત્યાં લા.મંત્રી રાકેશ પ્રજાપતિએ ભારે જહેમત ઉઠાવી હતી.