તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીખલી નગરના મુખ્ય માર્ગ પર ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીનાનદી મહોલ્લા વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર લિકેજ ગંદા પાણીના કારણે કેટલાક સમયથી ગટરગંગા વહી રહી છે. સ્થાનિક રહીશોની વારંવારની રજૂઆત બાદ પણ ગ્રા.પં.ને મરામત કરવાનો સમય મળતા દીનપ્રતિદિન મુશ્કેલી વધી રહી છે. બીજી બાજુ ગટરનું ગંદુ પાણી કાવેરી નદીમાં જતા અને તીવ્ર દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકોમાં રોષ ભભુક્યો છે.

ચીખલીના નદી મહોલ્લા વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે રિવરફ્રંટનું નિર્માણ કરાયું છે. રિવર ફ્રંટ પાસે મુખ્ય માર્ગ પરથી ગટરનું ગંદુ પાણી છેલ્લા કેટલાક સમયથી રસ્તા પરથી વહી રહ્યું છે. આજુબાજુના રહેણાંક વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાવા પામી છે અને જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. જેના કારણે સ્થાનિકોની અનેક મુશ્કેલી વધી રહી છે. ડ્રેનેજનું ગંદુ પાણી રસ્તા પર વહી રહ્યું છે પાણી નજીકમાંથી પસાર થતી કાવેરી નદીમાં ભળવા સાથે નજીકમાં આવેલા હેન્ડપંપ કે જેનો ઉપયોગ સ્થાનિક લોકો કરી રહ્યા છે હેન્ડપંપનું પાણી પણ ગંદા પાણીના કારણે દુષિત અને આરોગ્ય માટે નુકસાનકારક પૂરવાર થઈ રહ્યું છે એવી સ્થિતિ નિર્માણ થવા છતાં ગ્રા.પં.ના શાસકોની આંખ ઉઘડતી નથી. સ્થાનિક રહીશોની રજૂઆતને ધ્યાને લેવાતા અસંતોષ ફેલાયો છે. ગ્રા.પં. દ્વારા ભૂગર્ભ ગટર યોજનામાં રસ્તાના મધ્યમાં પાઈપલાઈન નાંખવામાં આવી છે ત્યારે નદી મહોલ્લામાં માર્ગના મધ્યમાંથી ગટર ગંગા વહેતા જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ઉભરાતી ગટરના ગંદા પાણી બંધ કરવાની માગ પ્રબળ બની છે.

ચીખલી નદી મહોલ્લામાં માર્ગ પરથી ઉભરાતી ગંદા પાણીની ગટરથી સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે. તસવીર-પ્રશાંતસિંહ પરમાર

નજીકમાં આવેલા હેન્ડપંપનો સ્થાનિકો ઉપયોગ કરે છે

અન્ય સમાચારો પણ છે...