તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોગદિન ઉજવણી સફળ બનાવવા કલેક્ટરાલય ખાતે બેઠક યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી21મી જુને વિશ્વયોગ દિવસની ઉજવણીમાં આરંભ માટે નવસારી જિલ્લા કલેકટરાલયના સભાખંડ ખાતે અધિક નિવાસી કલેકટર વસાવાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. બેઠકમાં વાંસદા પ્રાયોજના વહીવટદાર ગામિત, પ્રાંત અધિકારી દાવેરા,વાંસદા પ્રાંત દેસાઇ, ચીખલી પ્રાંત અધિકારી, સિવિલ હોસ્પિટલના ડૉ.દુબે જિલ્લા શિક્ષણાધિકારી વસાવા તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

બેઠકમાં અધિક નિવાસી કલેકટર વસાવાએ જણાવ્યું હતું કે આગામી તા.21મી જુનના રોજ નવસારી જિલ્લામાં યોગ નિદર્શન કાર્યક્રમ યોજાશે.જેમાં વધુમાં વધુ નાગરિકો જોડાવા માટે નોડલ અધિકારીની નિમણૂંક કરાઇ છે.

યોગ નિદર્શન કાર્યક્રમમાં તાલુકામાં મામલતદારોને નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરી છે. નગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસીપલ અધિકારીને નિમણૂંક કરી છે.વધુમાં વસાવાએ જણાવ્યું હતું કે યોગ નિદર્શન કાર્યક્રમમાં વિવિધ સમિતિઓ બનાવી અધિકારીઓને જવાબદારી સોપી તમામ અધિકારીઓને સંકલનથી કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. નવસારી જિલ્લામાં દિવ્યાંગો માટે વિશેષ આયોજન કરી મમતા મંદિર વિજલપોર અને ગાંધીઘર કછોલી ખાતે યોગ નિર્દેશ કરાશે. નવસારી જિલ્લાના કોઇપણ નાગરિકોએ યોગ નિદર્શનમાં જોડાવું હોય તો રજીસ્ટ્રેશન કરાવવા જિલ્લાકક્ષાનો કંટ્રોલરૂમ ડુડાની કચેરી ખાતે ફોન નંબર (02637) 280459 ઉપર સંપર્ક કરવા અથવા ઓનલાઇન અરજી કરી ભાગ લેવા જણાવ્યું છે.વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, તા.12મી જુનથી જિલ્લાના 3 સ્થળો પર 100 જેટલા આર્ટ ઓફ લીવીંગ અને પતંજલીના ટ્રેનરો દ્વારા તાલીમ અપાશે. 720 શિક્ષકોને પણ તાલીમ અપાશે. જિલ્લામાં 4 મુખ્ય સેન્ટર રામજી મંદિર,મોઢ ઘાંચી પંચની વાડી,લુન્સીકુઇ મેદાન, નવસારી પાલિકા હાઇસ્કુલ, શાંતાદેવી રોડ ખાતે યોગ નિદર્શન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...