• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Chikhli
  • 12મી સદીથી હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર મજીગામનું સ્વયંભૂ મલ્લિકાર્જુન મંદિર

12મી સદીથી હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર મજીગામનું સ્વયંભૂ મલ્લિકાર્જુન મંદિર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીથીબે કિમી દૂર આવેલું મજીગામનું સ્વયંભુ મલ્લિકાર્જુન મહાદેવનું દ્રાદશ જ્યોતિલિંગો પૈકીના શૈલે મલ્લિકાર્જુનનમ સાથે પણ એનો સબંધ જોઇ શકાય એમ છે.આ સ્થળ ઓછામાં ઓછા 800 વર્ષથી શિવમહિમાનું ગાન કરી રહયું છે.

શિવમંદિરનું નિર્માણ ઇ.સ.1216થી ઇ.સ.1218 વચ્ચે થયું હોવાનું પ્રાપ્ત આધારો પરથી કહી શકાય છે.સવંત 1199માં સોલંકી વંશના સિધ્ધરાજ જયસિંહના શાસનના છેલ્લા દિવસોમાં એની નારાજગી છતાં જૈનોના પ્રભાવથી કુમારપાળનો રાજ્યાભિષેક થયો હતો અને ત્યારબાદ એના શાસનમાં સવંત 1216માં મલ્લિકાર્જુન પ્રથમવાર ગુજરાત પર ચઢાઇ કરી હતી.એ સમયે કુમારપાળે લશ્કર મોકલ્યું પણ મજીગામ પાસેથી લડાઇમાં સોલંકીઓની હાર થઇ પણ મલ્લિકાર્જુને અહીં છાવણી સ્થાપી અને દરમિયાન દંતકથા મુજબના જાણતા શિવલીંગના દર્શને જતા આવતા સમયગાળા દરમિયાન એક દ્રવિડીના સ્થારત શૈલીનું ભવ્ય શિવલીંગનું મલ્લિકાર્જુન નિર્માણ કરાવ્યું અને સમયથી મહાદેવ શ્રી મલ્લિકાર્જુનમહાદેવના નામથી જાણીતા થયા મંદિર નિશ્ર્માણ પામ્યા બાદ એનું સમયાંતરે જિર્ણોધ્ધાર પામતું રહયું છે.મંદિરમાં પ્રવેશતા જમણા હાથે દિવાલમાં એક શિવાલેખ જડેલો જોવા મળે છે.જેમાં સ્પષ્ટપણે વંચાય છે કે શિવના કૃપાથી કાર્ય સંપાદન મંદિર દ.ગુમાં પુરાણા શિવસ્થાપત્યોમાં એના શિલ્પ સમૃધ્ધિ દ્રવિડીયન શૈલીને કારણે અલગ તરી આવે છે.શિવ મંદિરના વિશેષતા છે કે પશ્ચિમાભિમુખ છે.આ મંદિરમાં અન્યત્ર ભાગ્યે જોવા મળે એવી સભાગ્રહમાં કાળભૈરવની મૂર્તિ સ્થાપના થયેલી છે એના સપ્રમાણ ભૌમિતીક આકારનો ગોખ ખૂબ ધ્યાનકર્ષક છે વળી બીજા ગોખમાં હનુમાનજીની પાછળથી મુકાયેલી જણાતી મૂર્તિ છે.

800 વર્ષ પહેલા મંદિરનું નિર્માણ રાજા મલ્લિકાર્જુન દ્વારા કરાયું

અન્ય સમાચારો પણ છે...