ખેરગામ APMCની રજૂઆત માટે આગેવાનો ગાંધીનગર પહોંચ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીએપીએમસીનું વિભાજન કરી ખેરગામ તાલુકાને એપીએમસીનો અલગ દરજ્જો મળે તે માટે ખેરગામ તાલુકાના સરપંચો અને આગેવાનોનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે રજૂઆત માટે પહોચ્યું હતું. જ્યાં ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર વિભાગના નિયામકને ખેરગામ એપીએમસીને અલગ પાડવા આગેવાનો દ્વારા થયેલો ઠરાવ આપી રજૂઆત કરવામાં આવી હતી.

ખેરગામ તાલુકાના તમામ ગામના આગેવાનો સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, તથા સહકારી મંડળીના આગેવાનો દ્વારા 25મી જુલાઈના રોજ ખેરગામ ખાતે ખેરગામ તાલુકાની અલગ એપીએમસી અંગેના જાહેરનામાં મુજબ વાંધા સૂચનો માટે સભા બોલાવવમાં આવી હતી, જેમાં હાજર રહેલા તમામ સભ્યોએ સર્વાનુમતે ખેરગામ તાલુકાની એપીએમસી અલગ બને તે માટે એકસૂરે અવાજ ઉઠાવ્યો હતો. બાબતે કોઈપણ સભ્ય સંસ્થા કે મંડળના પ્રમુખોને કોઈપણ જાતનો વાંધો નથી એવો ઠરાવ કરવામાં આવ્યો હતો. અંગે ખેરગામ તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, આને આગેવાનોનું એક જૂથ ગુરુવારે સરપંચ મંડળના પ્રમુખ અશ્વિનભાઈ પટેલની આગેવાની હેઠળ ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર વિભાગને રજૂઆત કરવા ગાંધીનગર ખાતે પહોંચ્યું હતું. ખેરગામ તાલુકાના પ્રતિનિધિઓ, ગામના આગેવાનો અને વેપારી મંડળના સભ્યો દ્વારા તેમજ ખેરગામ તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચો દ્વારા કરવામાં આવેલો ઠરાવ આપી ચીખલી એપીએમસીમાંથી વિભાજન કરી ખેરગામ તાલુકાને એપીએમસીનો અલગ દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ખેરગામ તાલુકાના 22 ગામના સરપંચોએ ખેરગામ એપીએમસી અલગ બને તો ખેરગામથી એનો વહીવટ સરળ બનશે તેમજ તમામ ગામના સરપંચોને ખેરગામ એપીએમસી બને તેમાં કોઈ વાંધો હોવાનું સરપંચ મંડળ દ્વારા પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું.

અલગ APMC માટે ગાંધીનગર ખાતે રજૂઆત કરતા આગેવાનો. તસવીર-આસીફશેખ

મોટી સંખ્યામાં આગેવાનો રજૂઆત માટે પહોંચ્યા

^ખેરગામતાલુકાને એપીએમસીનો અલગ દરજ્જો મળે તે માટે આગેવાનો દ્વારા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે, જે અંગે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ખેરગામ તાલુકાના આગેવાનો, સરપંચો અને તાલુકા પંચાયત સભ્યોએ જઈને ખેતબજાર વિભાગના નિયામકને રજૂઆત કરી ખેરગામ તાલુકાની એપીએમસી અલગ કરવાની માંગ કરવામાં આવી છે.> અશ્વિનપટેલ,પ્રમુખ, સરપંચમંડળ ખેરગામ તાલુકા

અલગ એપીએમસી માટે એક સૂરે અવાજ ઉઠાવાયો

અન્ય સમાચારો પણ છે...