તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીખલી APMCમાં આગામી 28 નવેમ્બરથી ચીકુની હરાજી કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મોટાપાયે ચીકુનો વેપાર થતો આવ્યો છે પરંતુ હાલમાં 500 અને 1000ની નોટ બંધ થતા અવ્યવસ્થા ઉભી થતા હાલમાં એ.પી.એમ.સીમાં ચીકુની હરાજી બંધ રાખવામાં આવી છે. હરાજી આવતી 28 નવેમ્બરથી ચાલુ કરવાનો નિર્ણય બોર્ડ દ્વારા લેવામાં આવતા ખેડૂતોને વધુ બે દિવસથી નુકસાન વેઠવાની નોબત આવી છે.

કેન્દ્રની સરકાર દ્વારા 500 અને 1000ની ચલણી નોટો રદ કરાયા બાદ ચીખલી એ.પી.એમ.સીમાં ચીકુની હરાજી સ્થગિત કરી દેવાઇ હતી.ચીકુના ફળો પરિપક્વ થતા વધું સમય વૃક્ષો પર રહી શક્તા જે ચીકુ ટપોટપ જમીન દોસ્ત થતા અને પાકી નીચે પડતા બિન ઉપયોગી બની ખેડૂતોએ પારાવાર નુકસાન વેઠવાનો સમય આવ્યો છે.ચલણી નોટો બેંકોમાં ભૂતકાળ મુજબ નહીં મળતા અને આગામી 28મીના રોજ ભારત બંધના એલાનને પગલે ચીકુના ખરીદ વેચાણમાં સમસ્યા ઉભી થવા પામી હતી.

વેપારીઓ દ્વારા ચીકુના નિકાલ અમદાવાદ, પુના,જયપુર, દિલ્હી જેવા શહેરોમાં થતી હોય છે અને જે ચીકુ દિલ્હી પહોંચતા ત્રણ દિવસ લાગતા હોય અને જે ચીકુ દિલ્હી પહોંચતા ત્રણ દિવસ લાગતા હોય છે અને ભારત બંધના પગલે ચીકુની હરાજી 28 નવેમ્બરના રોજથી શરૂ કરવાનું ચીખલી એ.પી.એમ.સી.એ નક્કી કરવામાં આવ્યું છે ત્યારે વધુ બે દિવસ હરાજી બંધ રાખવાના નિર્ણયથી ખેડૂતોએ વધુ નુકસાન વેઠવાની નોબત આવી છે.

કિશોરભાઇ પટેલ એ.પી.એમ.સી ચીખલીના જણાવ્યા અનુસાર દિલ્હી ચીકુ પહોંચતા દિવસ જેટલો સમય જતો હોય છે અને જે બાબતને ધ્યાનમાં લઇ હરાજી 28 તારીખથી ચાલુ કરવાનું નક્કી કરવામાં આવી છે.

ચીખલી તાલુકાની વાડીમાં ચીકુનો પાક હરાજીવિના રહેતા ખેડૂતો નુકશાન વેઠી રહ્યા છે. તસવીર-ભાસ્કર

પરિપક્વ ચીકુ વૃક્ષ પરથી ખરવા લાગ્યા

અન્ય સમાચારો પણ છે...