તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Chikhli
 • લંડનની ગ્લોબલ સમીટમાં ચીખલીને આદર્શ ગામ તરીકે પ્રોજેક્ટ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લંડનની ગ્લોબલ સમીટમાં ચીખલીને આદર્શ ગામ તરીકે પ્રોજેક્ટ કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતનાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા સ્વપ્ન ને આધારે દેશના 100 સીટીને સ્માર્ટસીટી બનાવવાની યોજના આકાર લઇ રહી છે. નવસારીના સાંસદ સી.આર.પાટીલ નવસારી જિલ્લાના ચીખલીને દત્તક લઇને સ્માર્ટ વિલેજ બનાવવાની દિશામાં પ્રયત્નશીલ છે.ચીખલીને દત્તક લીધા બાદ એમના પ્રયત્નો થકી લંડનમાં યોજાયેલ ગ્લોબલ સમીટ ઓન સ્માર્ટ,સીક્યોર અને સસ્ટેનેબલ સીટીઝમાં ચીખલીને આદર્શગામ તરીકે પ્રોજેક્ટ કર્યું છે.

ઇન્ડિયા સ્માર્ટ ગ્રીડ ફોરમ દ્વારા લંડનમાં યોજાયેલ સમીટમાં ચાર દિવસો સુધી વિવિધ વિષયના નિષ્ણાંતો ભારતમાં રહેલી તકો અને પડકારો વિશે ચિંતન કરશે.સમગ્ર યોજના પાછળ થનાર ખર્ચ માટે ફંડ લોન ક્યાંથી કેવી રીતે મળી રહે તે અંગે તજજ્ઞો પોતાના વિચારો રજુ કરશે.

નવસારીના સાંસદ સી.આર.પાટીલે પોતે દત્તક લીધેલ ગામ ચીખલીને આદર્શગામ કેવી રીતે નિર્માણ થઇ શકે તેની યોજનાનું પ્રેઝેન્ટેશન સમીટમાં કર્યુ હતું. આદર્શગામ યોજના થકી એમણે એમના પ્રયત્નો થકી ચીખલીમાં રસ્તા બ્લોક પેલ્ટીંગ પીવાના શુધ્ધ પાણીની પાઇપલાઇન, ગટર યોજના, સફાઈકાર્ય, ડ્રેનેજના ગંદા પાણીના શુદ્ધિકરણ માટેની યોજના આધુનિક સ્મશાનગૃહ જેમાં લાકડા વિના અગ્નિદાહની સગવડ, પુસ્તકાલય, આધુનિક બસ સ્ટેન્ડ, દરેક ઘરદીઠ,શૌચાલય,ગ્રીન ચીખલી યોજના અન્વયે વૃક્ષારોપણ રોડ ડિવાઇડર વચ્ચે સુશોભન અને નદી કિનારે પર્યટક સ્થળ વિકસાવી શકાય એવી યોજનાઓ અને કરેલા કાર્ય વિશે માહિતી સભર પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતુ.

નવસારીના સાંસદે ચીખલીને દત્તક લીધું છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો