તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અત્યાચારના વિરોધમાં વાંસદા કોંગ્રેસનું આવેદન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાસમઢિયાળા ગામે દલિતો પર થયેલા આત્યાચારને વખોડી આવું હિચકારું કૃત્ય કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ એવી માંગ સાથે વાંસદા તાલુકા કોંગ્રેસે વાંસદા મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિએ વાંસદા મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં કરાયેલી રજૂઆત મુજબ ઉનાના સમઢિયાળ ગામે દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. તેને વખોડી આવું કૃત્ય જેણે પણ કર્યું છે તેને કડકમાં કડક સજા થાય અને એટ્રોસિટી એક્ટ લગાવી તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુરતમાં પણ દલિત યુવતી પર જે અત્યાચાર ગુજારાયો તે જોતાં ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યસ્થાની પરિસ્થિતિ કથળેલી છે એવું જણાવી વાંસદાના ધારાસભ્યએ જણાવ્યું કે આવા અત્યાચાર અસહનીય છે. તાલુકા પંચાયતના પ્રમુખે જણાવ્યું કે સરકાર દલિતો પર થતા અત્યાચારના મુદ્દે કઈ કરશે નહીં તો આવનારા દિવસોમાં દલિતો પોતાનો માર્ગ પસંદ કરી કાયદો હાથમાં લેશે.

ચીખલીમાં દલિત સમાજનું આવેદન

ચીખલી | ઉનામાં દલિત સમાજના યુવાનો પર જે અત્યાચાર કરવામાં આવ્યો હતો તેને ગુરુવારે ચીખલી મામલતદારને ચીખલી માંહ્યવંશી સમાજ દ્વારા આવેદનપત્ર આપી દલિતો પર જે લોકો દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છે તે લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સજા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.આ કાર્યકમ માં ચીખલી માહ્યવંશી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અત્યાચારીઓને કડક સજા કરવા માંગ

ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં વાંસદા તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો