• Gujarati News
  • નવસારી| એમ.આર.દેસાઈ આર્ટસ એન્ડ ઈ.ઈ. લહેર કોસાડીયા કોમર્સ કોલેજ ચીખલીમાં

નવસારી| એમ.આર.દેસાઈ આર્ટસ એન્ડ ઈ.ઈ. લહેર કોસાડીયા કોમર્સ કોલેજ ચીખલીમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી| એમ.આર.દેસાઈ આર્ટસ એન્ડ ઈ.ઈ. લહેર કોસાડીયા કોમર્સ કોલેજ ચીખલીમાં બીસીએ કોલેજ, સાયન્સ કોલેજ, કોમર્સ કોલેજ તથા આર્ટસ કોલેજના સાંસ્કૃતિક સમિતિના ઉપક્રમે કોલેજના ઈનચાર્જ આચાર્ય ડો. મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કોલેજના પરિસરમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતના સથવારે કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સભ્યોએ મનભરીને ગરબાની મોજ માણી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન પ્રા. નયનાબેન નાયક તેમજ કોલેજના જીએસ રોનિશ શાહ તથા સાંસ્કૃતિક મંત્રી વિરલ આહીરે કર્યું હતું.

ચીખલી કોલેજમાં નવરાત્રીની ઉજવણી