તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગામડામાં શોભાના ગાંઠિયા સમાન સોલાર લાઈટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરકારદ્વારા ગામડાઓને અંધકારમાથી પ્રકાશમય બનાવવા માટે સોલાર લાઈટના પોલ લગાવી સોલાર લાઈટ હજારો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવી હતી. શરૂઆતથી જે સોલાર લાઈટ લગાવવામાં ભ્રષ્ટાચાર આદરાતા જે સોલાર લાઈટ થોડા સમય ચાલ્યા બાદ મેઈન્ટેનન્સ અને જાળવણીના અભાવે શોભાના ગાંઠિયા સમાન બની જવા સાથે સરકારે ખર્ચેલા લાખો રૂપિયા પાણીમાં જવા પામ્યા હોવાનો અહેસાસ ગામડાની જનતા કરી રહી છે. ગામેગામ સોલાર લાઈટ બિનઉપયોગી બનેલી જોવા મળી રહી છે.

ગુજરાત સરકાર દ્વારા ગામડામાં પણ પાયાની સુવિધાઓનો અભાવ રહે અને ગામડાના લોકોને પૂરતી સગવડ મળી રહે એવા હેતુથી રાત્રિના સમયે જે વિસ્તારમાં પ્રકાશની જરૂર હોય અને જ્યાં સ્ટ્રીટલાઈટ કે વીજબીલની સુવિધા હોય એવા સ્થળોએ સોલાર લાઈન લગાવવાનું આયોજન કરવામાં આવતા ચીખલી તાલુકાના મોટાભાગના ગામોમાં લાખો રૂપિયાના ખર્ચે સોલાર લાઈટ અનેક જગ્યાએ લગાવવામાં આવી અને જે સોલાર લાઈટ લગાવવાનું કામ કરતી એજન્સી પંચાયતોને ગુલાબી સ્વપ્ન બતાવી સારી રીતે ચાલશે અને જેનું મેઈન્ટેનન્સ તથા જાળવણી રાખવાની વાત કરી હતી પરંતુ જે કામ કરનાર એજન્સીએ સોલાર લાઈટ લગાવ્યા બાદ જેનું ચૂકવણુ થઈ ગયા બાદ સોલાર લાઈટ બાબતે કંઈ ધ્યાન આપવામાં આવતા જે સોલાર લાઈટ ટૂંક સમયમાં પ્રકાશ આપતી બંધ થઈ જવા પામી છે.

દરેક પંચાયતે સોલાર લાઈટ દીઠ હજારો રૂપિયાનો જે ખર્ચે કરેલો ખર્ચ માથે પડ્યો છે. સોલાર લાઈટો આજે શોભાના ગાંઠિયા સમાન બિનઉપયોગી પડી છે. સોલાર લાઈટની સરકારની યોજના સુપર ફલોપ સાબિત થવા પામી છે અને જે બિનઉપયોગી ટૂંક સમયમાં સાબિત થતા ગ્રામ્ય વિસ્તારની જનતામાંથી ગણગણાટ ચાલ્યો છે.

બીજીવાર લાઇટનો પ્રકાશ જોવા મળ્યો નથી

^અમારા ગામે પંચાયત અને સરકાર દ્વારા લગાવવામાં આવેલી સોલાર લાઈટ થોડા દિવસ બાદ ચાલ્યા બાદ બંધ થઈ તે હજુ સુધી જેનો બીજીવાર પ્રકાશ કોઈને જોવા મળ્યો નથી. પંચાયત દ્વારા જે બાબતે યોગ્ય કરી લાઈટ ચાલુ કરવામાં આવે તો સરકારે ખર્ચેલા હજારો રૂપિયાનો ખર્ચ એળે જાય અને ગામડાના લોકોને રાત્રે પ્રકાશની સુવિધા મળવા પામે એમ છે. > રમેશભાઈપટેલ

મેઈન્ટેનન્સ તથા જાળવણી રાખવાની વાત કરનાર એજન્સી ચૂકવણું થયા બાદ ગાયબ, ગામમાં અંધારૂ છવાયું

ચીખલી તાલુકાના ગામેગામ બંધ હાલતમાં પડેલી સોલાર લાઈટ. તસવીર- પ્રશાંતસિંહ પરમાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો