તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરગામમાં ખેડૂતોને આધુનિક ખેતીલક્ષી માર્ગદર્શન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ખેરગામતાલુકાનો કૃષિ મેળો સુરખાઇ ધોડિયા સમાજની વાડી ખાતે યોજાયો હતો. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેકટના સંયુકત ઉપક્રમે યોજાયેલા કૃષિ મેળાની સાથે કૃષિલક્ષી પ્રદર્શની પણ યોજાઇ હતી. જેનો મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો હતો. પ્રદર્શની દ્વારા ખેડૂતોને આધુનિક ઢબે ખેતી અને પશુપાલનની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કૃષિ મેળામાં ખેરગામ તાલુકાના ખેડૂતોને આધુનિક ઓજારો, સુધારેલ બિયારણ ઉપલબ્ધ કરાયા હતા.

કૃષિ મેળાનો જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગીતાબેન ગાવિતે પ્રારંભ કરાવી, રાજય સરકારની યોજનાઓનો લાભ મેળવીને ખેડૂતોને આત્મનર્ભિર બનવા અનુરોધ કર્યો હતો. માજી ધારાસભ્ય નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકાર ખેડૂતો આધુનિક ખેતી તરફ વળીને, ઓછા ખર્ચે બમણુ ઉત્પાદન મેળવે તે આશય સાથે કૃષિ મેળાનું આયોજન કરે છે. જેમાં કૃષિ તજજ્ઞો દ્વારા આપવામાં આવેલું માર્ગદર્શન ખુબ ઉપયોગી બનશે.

કૃષિ યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર ડો.સી.કે.ટીમ્બડીયાએ જણાવ્યું હતું કે, ખેરગામ તાલુકામાં ડાંગર, શેરડી અને શાકભાજીની ખેતી થાય છે. ખેડૂતો હવે સજીવ ખેતી તરફ આગળ વધી રહ્યા છે. જે ઉપયોગી બનશે. તેમણે ડાંગરની ખેતીમાં શ્રી પદ્ધતિનો ઉપયોગ કરી, વધુ ઉત્પાદન મેળવવા ભાર મુકયો હતો. ઉપરાંત ખેડૂતોને સજીવ ખેતી કરવા પ્રેરિત કરી, જૈવિક ખાતર, બાયોફર્ટિલાઇઝર વાપરવા અનુરોધ કર્યો હતો.

નાયબ પશુપાલન અધિકારી ડો.પ્રજાપતિએ દુધનું ઉત્પાદન વધારવા પશુઓની માવજત કેવી રીતે કરવી, શું કાળજી લેવી તેનાથી પશુપાલકોને માહિતગાર કર્યા હતા. કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો.માલીએ શેરડીમાં સંશોધન, જમીન સુધારણા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ખેરગામના પ્રગતિશીલ ખેડૂત ઇશ્વરભાઇ પટેલે, બહેજના પ્રગતિશીલ ખેડૂત પ્રજ્ઞેશ પટેલે તેમણે મેળવેલી ખેતી ક્ષેત્રે પ્રગતીની સફળગાથા વર્ણવી હતી.

પ્રારંભમાં આત્મા પ્રોજેકટના ડાયરેકટર સી.આર.પટેલે સૌને આવકારી, કાર્યક્રમની રૂપરેખા આપી હતી. પ્રસંગે સિંચાઇ સમિતિના અધ્યક્ષ નગીનભાઇ ગાંવિત, જિલ્લા ખેતીવાડી અધિકારી ચૌધરી, ખેરગામ તાલુકા વિકાસ અધિકારી વ્યાસ, કૃષિ યુનિવર્સિટીના ડો.પાટીલ, સંજયભાઇ ટેલર, ડો.પરમાર તેમજ મહિલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિ મેળામાં ઉપસ્થિત મહાનુભાવો તથા મહિલા ખેડૂતો.

ખેરગામ તાલુકાનો કૃષિમેળો યોજાયો, પ્રદર્શની દ્વારા આધુનિક ઢબે ખેતી અને પશુપાલનની માહિતી અપાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો