તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Chikhli
 • શિક્ષક મહામંડળના પ્રમુખ સહિત હોદ્દેદારો તથા નિવૃત્તોનું સન્માન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષક મહામંડળના પ્રમુખ સહિત હોદ્દેદારો તથા નિવૃત્તોનું સન્માન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલીમાંનવસારી જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા મહામંડળના પ્રમુખ સહિત હોદ્દેદારો તથા નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાયું હતું.

પ્રજાપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમનું જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા તથા અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરાયા બાદ જિલ્લાના ઉ. માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલે સંગઠનની શક્તિ પર ભાર મુકતા એક થઈ કાર્ય નિષ્ઠાના દર્શન કરાવવા હાંકલ કરી હતી. દરમિયાન મહામંડળના પ્રમુખ પંકજભાઈ પટેલ, મહામંત્રી વિનોદભાઈ પટેલ તથા ડીઈઓ વસાવા તથા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર કર્મયોગી શિક્ષકો ઉપરાંત 13 નિવૃત્ત થયેલા શિક્ષકોનું શાલ ઓઢાડી સન્માન કરી સંઘના સભ્યોના તેજસ્વી સંતાનોને પણ પ્રમાણપત્ર તથા ટ્રોફી એનાયત કરી સન્માનિત કરાયા હતા.

મહામંડળના પ્રમુખ પંકજભાઈ પટેલે 1998 પછી નિમણૂક પામેલા કર્મચારીઓને કાયમી રક્ષણ અને એન્ટ્રી લેવલ પે સ્કેલનો પ્રશ્ન સરકાર અને સંઘ વચ્ચે સંકલન સાધી ઉકેલાયો તે વિશે ઉપસ્થિતોને અવગત કર્યા હતા.

સન્માન સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવો.

નવસારી જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘનો કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો