• Gujarati News
  • થાલામાં ટેન્કર નીચે દબાતા મજૂરનું મોત

થાલામાં ટેન્કર નીચે દબાતા મજૂરનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન્થનીકુલનરે (ઉ.વ. 24, હાલ રહે. આલીપોર, આઈઆરબી પ્લાન્ટ અને મૂળ રહે. તામિલનાડુ)એ આપેલ ફરિયાદ અનુસાર શાંતિલાલ દેવજી (ઉ.વ. 39, મૂળ રહે. મધ્યપ્રદેશ, હાલ રહે. આલીપોર, આઈઆરબી પ્લાન્ટ) આજરોજ ચીખલીના થાલા ગામ ખાતે શિવકૃપા હોટલની સામે ટેન્કર (નં. જીજે-5-વાયવાય-8609)માંથી પાણી છાંટવાનો પાઈપ કાઢી રહ્યો હતો ત્યારે ડ્રાઈવરે તેનું ધ્યાન રાખતા મજૂરના શરીર ઉપરથી ટેન્કરનું પાછળનું વ્હિલ ચડાવી દેતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ચીખલી પોલીસના એએસઆઈ રમણ છગન કરી રહ્યા છે.