દ. ગુ. કેમીસ્ટ એસો.ની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાઉથગુજરાત કેમીસ્ટ એસોસીએશનની બીજી ક્રિકેટ ટુર્નામેન્ટ ચીખલી ખાતે સંજય ફાર્મમાં યોજાઇ જેમાં ફાઇનલમાં બીલીમોરા કેમીસ્ટ એસોસીએશનની ટીમ વિજેતા બની હતી.

સાઉથ ગુજરાત કેમીસ્ટ એસો.શન દ્વારા દક્ષિણ ગુજરાતના દવા વિક્રેતાઓની ક્રિકેટ મેચ વર્ષે ચીખલી સંજય ફાર્મ ખાતે યોજાઇ હતી.જેમાં કેમીસ્ટ દુકાનદારોએ હોશે-હોશે ભાગ લીધો હતો.ગત વર્ષે ટુર્નામેન્ટ દમણ ખાતે યોજાઇ હતી.આ વર્ષે સાઉથ ગુજરાતમાંથી અલગ-અલગ જગ્યાએથી 6 ટીમોએ ભાગ લીધો હતો.જેમાં સુરત-1,સુરત-2 નવસારી,વલસાડ,વાપી અને બીલીમોરા મળી 6 ટીમોએ ભાગ લીધો હતો. વર્ષે બીલીમોરા કેમીસ્ટ એસોસીએશને યજમાનમાં અંતે ફાઇનલમાં સુરત-1 અને બીલીમોરાની કેમીસ્ટ ટીમો પહોંચી હતી.જેમાં ભારે રસાકસી બાદ બીલીમોરાની ટીમ વિજેતા બની હતી.ટુર્નામેન્ટમાં સાઉથ ગુજરાત એસોસીએશનના પ્રમુખ પ્રવિણભાઇ વેકરીયાના હસ્તે ઇનામો અપાયા હતા.

બીલીમોરા કેમીસ્ટ એસોસિયેશન ટીમ વિજેતા બની, સુરતની ટીમ રનર-અપ રહી

અન્ય સમાચારો પણ છે...