તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોકરા રમવાની બાબતના વિવાદમાં દંપતીને માર મરાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલીમાંછોકરા રમવાની બાબતના વિવાદમાં દંપતીને મારમારી ઈજાગ્રસ્ત કરાતા પોલીસે માર મારનાર બે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

છોકરાઓને રમવાની બાબતમાંથયેલી મારામારી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી પાર્વતીબેન માનસિંગ ગામીત (ઉ.વ. 35, હાલ રહે. ચીખલી, જૂની ગ્રામપંચાયત ઓફિસના શોપિંગ સેન્ટર, મૂળ રહે. નિઝામપુરખાન ગાંવ, તા. ખાનબારા, જિ. ધુલિયા)ના છોકરાઓ શુક્રવારે સાંજના સમયે આરોપીના રહેણાંકની આગળ રમી રહ્યા હતા ત્યારે તેઓ રાત્રે 8 વાગે લેવા ગયા હતા.

સમયે છોકરાઓએ રમત છોડી આવવા માટે ના પાડતા તેઓને પાર્વતીબેન ખીજવાયા હતા. બાબતે બોલાચાલી અને ઝઘડો થતા આરોપી અન્નો ઉર્ફે સોમનાથ ચંદ્રકાંત જાદવ તથા તેની પત્ની (રહે. ચીખલી, જૂની ગ્રા.પં. ઓફિસના શોપિંગ સેન્ટરમાં)એ એકબીજાની મદદગારીથી પાર્વતીબેન તથા તેમના બચાવવા આવેલા પતિને લાકડાના ફટકા મારી ઈજાગ્રસ્ત કર્યા હતા. સાથે ઢીકમુક્કીનો માર માર્યો હતો.

મારામારી બાબતે પાર્વતીબેન અને તેમના પતિએ ચીખલી પાોલીસમાં ફરિયાદ કરી હતી. ચીખલી પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ચીખલીમાં છોકરાઓને માતા બોલવવા જતાં ઝઘડો થયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો