તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાંભડા ગામે શાાળા બહાર મૃત હાલતમાં દીપડી મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલીતાલુકાના ખાંભડા ગામના કણબીવાડ ખાતે આવેલી પ્રાથમિક શાળાના ગેટ નજીક વીજ કંપનીના ટ્રાન્સફોર્મર નીચેથી 2.5 વર્ષીય દીપડી મૃત હાલતમાં મળી આવતા વન વિભાગે કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ચીખલી તાલુકાના ખાંભડા ગામના કણબીવાડ ખાતે આવેલી પ્રાથમિક શાળાના ગેટ નજીક આવેલા વીજ કંપનીના ટ્રાન્સફોર્મર નીચે મૃત હાલતમાં દીપડી જોવા મળતા તે અંગેની જાણ સ્થાનિક આનંદ પટેલે ચીખલી વન વિભાગની કચેરીને કરી હતી. બાબતની જાણ થતા વનવિભાગ તુરંત ઘટનાસ્થળે ધસી જઈ મૃત દીપડીનો કબજો લઈ પીએમ અને એફએસએલ કરાવી દીપડીનો સાદકપોર ખાતે આવેલા વન વિભાગની નર્સરીમાં વન વિભાગના અધિકારી અને સ્ટાફની હાજરીમાં અગ્નિસંસ્કાર કર્યા હતા. દીપડીનું મોત વીજ કરંટ લાગતા નીપજ્યું હોવાનું અનુમાન વન વિભાગ લગાવી રહ્યું છે. દીપડીના મોતનું સાચુ કારણ પીએમ અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે.

ખાંભડા ગામેથી મળી આવેલી મૃત દીપડી. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો