• Gujarati News
  • આશ્રમશાળાને સિલિંગ ફેનની સુવિધા

આશ્રમશાળાને સિલિંગ ફેનની સુવિધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |સર્વોદય કુમાર છાત્રાલય અગાસી ખાતે નિવાસ કરીને અભ્યાસ કરતા ડાંગ-કપરાડા વિસ્તારના બાળકોને મુળભૂત સુવિધા પ્રાપ્ત થાય હેતુથી એક સેવાયજ્ઞનું આયોજન થયું હતું. જેમાં મુખ્ય દાતા ધીરૂભાઈ ગાંધી, કોકિલાબેન ગાંધી (કેનેડા) તથા નિરવ ભટ્ટ, નિશા ભટ્ટ (યુએસએ) તેમજ ચીખલીના ડો. અરવિંદભાઈ ગાંધી, મિનાક્ષીબેન ગાંધી તરફથી બાળકોને ગરમીમાં રાહત મળે હેતુથી 16 નંગ સિલિંગ ફેનની સહાય કરવામાં આવી હતી. આજ કાર્યક્રમમાં એંધલના જાણીતા સાહિત્યકાર નરેશભાઈ આહિરે બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારનું પણ સિંચન થાય એવી વાતો હાસ્ય સાથે રજૂ કરી હતી. શાળા વતી મુકેશભાઈએ સહાય બદલ પ્રેરણા ગ્રુપના દાતાઓ અને કાર્યકરોનો આભાર માન્યો હતો.