• Gujarati News
  • નેશનલ હાઈવે ઉપર ટ્રક ચાલકોને લૂંટતી ટોળકીના ચાર ઝડપાયા

નેશનલ હાઈવે ઉપર ટ્રક ચાલકોને લૂંટતી ટોળકીના ચાર ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીપોલીસની ટીમ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને એક ટ્રકચાલકે જણાવ્યું હતું કે, બે બાઈક ઉપર ચાર જેટલા ઈસમો મોં ઉપર રૂમાલ બાંધીને ટ્રક ઉભી રખાવી ચપ્પું બતાવી લૂંટ કરે છે. માહિતીના આધારે પોલીસે મજીગામ પાસે નેશનલ હાઈવે નં.8 ઉપરથી ચાર જણાંને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

ચીખલી પોલીસની મોબાઈલ વાન રાત્રિ દરમિયાન મિલકત સંબંધી તેમજ પ્રોહિબિશનના ગુના અટકાવવા પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ઈન્ચાર્જ એએસઆઈ રમેશભાઈ તથા ડ્રાઈવર પો.કો. રોહિતભાઈ મોબાઈલ વાન લઈ નેશનલ હાઈવે નં.8 ઉપર આલીપોર ઓવરબ્રિજ પાસે ઉભા હતા તે સમયે એક ટ્રક ચાલકે ટ્રક ઉભી રાખી જણાવ્યું હતું કે, ચીખલી ઓવરબ્રિજથી થોડે આગળ સૂમસામ વિસ્તારમાં એક હોન્ડા સાઈન નંબર વગરની તથા એક સ્પ્લેન્ડર બાઈક ઉપર ચાર ઈસમો મોં ઉપર રૂમાલ બાંધીને આવ્યા હતા અને ટ્રક ઉભી રખાવી ટ્રકના ડ્રાઈવરને ચપ્પુ બતાવી મારવાની ધમકી આપી રૂ.6500ની લૂંટ કરી છે. જેથી વાનમાં સવાર પોલીસના માણસોએ ટ્રકના ડ્રાઈવરને પોલીસમાં ફરિયાદ આપવાનું જણાવી લૂંટ કરતી ટોળકીની તપાસ કરવા મજીગામ તરફ નેશનલ હાઈવે નં.8 ઉપર જતા મલ્લીકાર્જુન પાટીયાથી થોડે દૂર ચીખલી તરફ સુરત જતા ટ્રેક ઉપર ટ્રક નં.એમએચ-12-એફસી-9793ને ઉભી રખાવી તેના ચાલક અને ક્લિનર સાથે ચારેક ઈસમોને માથાકૂટ કરતા જોયા હતા. તેમની પાસે બે બાઈક પણ જોતા પોલીસ ત્યાં પહોંચતા પોલીસને જોઈ માથાકૂટ કરી રહેલા બે જણાં ભાગી ગયા હતા. જ્યારે બે ઈસમોને ચપ્પુ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.

અંગેની જાણ ચીખલી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.કે.પટેલને થતા તેઓ સ્ટાફ સાથે સ્થઈ ઉપર પહોંચી જઈ પકાડાયેલા બંને ઈસમોની પૂછપરછ કરી તપાસ હાથ ધરતા ભાગી ગયેલા બે ઈસમો પણ મજીગામ વિસ્તારમાંથી ઝડપાઈ ગયા હતા. પકડયોલ ચારેય ઈસમો પાસેથી લૂંટના અન્ય ગુના પણ ઉકેલાય તેવી સંભાવના છે.

અંગે પોલીસે ટ્રકના ડ્રાઈવર પંઢરી શેષેરાવ સાવંત (રહે.તિરૂપતી ટ્રાન્સપોર્ટ, આરટીઓની બાજુમાં, મુંબઈ મૂળ રહે. પેલમ, થાણા દેવનીતા, જિ.લાતુર, મહારાષ્ટ્ર)ની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે ચારેયને ઝડપી પાડી તેમને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

હાઈવે ઉપર ટ્રક ચાલકોને લૂંટતી ટોળકીના ચારને પોલીસે ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા ચારેય ગણદેવી તાલુકાના

પોલીસેઝડપીપાડેલા ઈસમો વિનોદ રામફેર જગરામ યાદવ (રહે.દેવસર, ડો.આંબેડકર સ્ટ્રીટની ગલીમાં, તા.ગણદેવી, જિ.નવસારી), વિમલ જોગી પટેલ (રહે.ધકવાડા, જયઅંબે સોસાયટી, તા.ગણદેવી, જિ.નવસારી), મનોજ ઉર્ફે પડો શિવાજી પાટીલ (રહે.આંતલીયા તળાવ પાસે, તા.ગણદેવી, જિ.નવસારી) અને દિપેશ ઉર્ફે દેવશંકર રાઠોડ (રહે.દેવસર, નવનાથ આશ્રમની પાછળ, તા.ગણદેવી, જિ.નવસારી)પાસેથી બે મોટરસાયકલ, પાંચ મોબાઈલ ફોન અને રૂ.9700 રોકડા કબજે કર્યા હતા.

એક ટ્રકચાલકને આંતરી લૂંટ ચલાવતા હતા ત્યારે પોલીસ પહોંચી ગઇ