તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રંગપુરમાં બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસંદા | વાસંદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળામાં ગામના પ્રથમ નાગરિક અને સરપંચ છગનભાઈ ભોયાના હસ્તે 72મા સ્વતંત્ર દિનના ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના બાળકોની પ્રથમ પ્રભાત ફેરી ગામમાં ફરી સૂત્રો અને દેશભક્તિનાં ગીતો ગાયાં હતાં. સ્વતંત્રતા દિનનું મહત્ત્વ સ્વરાકુમારી અને ઝલકકુમારી એ સમજાવ્યું હતું. મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ વિષે પલ્લવી બેન અને મિતાલી કુમારીએ વક્તવ્ય આપ્યું હતું. ગામના વડીલ કાળુભાઈ માહલાએ શિક્ષણ થકી ગામના વિકાસની ગાથા રજૂ કરી હતી. નિવૃત્ત ટી.પી.ઓ ભૂપતસિંહ પરમારે શિક્ષણનું મહત્ત્વ અને આઝાદીનું જતન કરવા સૂચન કર્યું હતું. એસએમસી અધ્યક્ષ અનિલભાઈ પટેલ અને શાળાના આચાર્ય નિતિન પાઠકે શાળાની પ્રગતિ નો ચિતાર રજૂ કર્યો છે. આ પ્રસંગે લાયન્સ ક્લબ અને બ્લડ બેંક ચીખલીના સહયોગથી બ્લડ ડોનેટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...