તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Chikhli
  • આટ ગામે મેડિકલ કેમ્પમાં આઠથી વધુ ગામોનાં 988 દર્દીઓએ લાભ લીધો

આટ ગામે મેડિકલ કેમ્પમાં આઠથી વધુ ગામોનાં 988 દર્દીઓએ લાભ લીધો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોરતાલુકાના આટ ગામે સુશ્રુષા હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો. કેમ્પનો ૯૮૮ દર્દીઓએ લાભ લીધો હતો. આટ ગામની બી.યુ.માસ્તર સાર્વજનિક હાઇસ્કુલના પ્રાંગણમાં યોજાયેલા કેમ્પને વિધાનસભાના દંડક આર.સી.પટેલ, સુશ્રુષા હોસ્પિટલના પ્રમુખ પ્રદીપ જૈન, આટના સરપંચ ચેતનાબેન, જલાલપોર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કૌશિક પટેલ, આટ કેળવણી મંડળના પ્રમુખ સુરેશ દેસાઇ તથા નવનિયુક્ત પ્રમુખ દેવાંશુ દેસાઇએ દીપ પ્રાગ્ટ્ય કરી ખુલ્લો મુક્યો હતો. કેમ્પના આયોજક પ્રદીપ જૈનની પુત્રી ધારા જૈન અને સુશ્રુષા હૉસ્પિટલના ડૉક્ટરો અને સમગ્ર ટીમને આવકારી હતી.

આટ ગામે યોજાયેલા કેમ્પમા આટ, માંડરિયા, કકરાળ, ઓંજલ, માછીવાડ, એરૂ, વિજલપોર, મોટીપેથાણ અને ચીખલીથી પણ દર્દીઓ આવ્યા હતા. મેડિકલ કેમ્પમાં કુલ 988 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જનરલ કેટેગરીમાં 216 દર્દીઓ, ઓર્થોપીડીકના 198 દર્દીઓ,આંખના 349 દર્દીઓ ઉપરાંત ડેન્ટલ, પીડિયાટ્રીક, ગાયનેક, નાક-ગળાના તથા કીડનીને લગતા દર્દીઓને તપાસી મેડીસીન આપવામાં આવી હતી. સર્જરીના 38 કેસ નોંધાયા હતા. 100 દર્દીઓના ઇસીજી લેવામાં આવ્યા હતા. બ્લડ, યુરીનની તપાસ તથા દવાનું વિના મૂલ્યે વિતરણ થયું હતું. મેડિકલ કેમ્પમાં સુશ્રુષા હૉસ્પિટલના 12 ડૉક્ટરો સાથે કુલ 40 વ્યક્તિઓનો સ્ટાફ સેવામાં હતો.

અન્ય સમાચારો પણ છે...