તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આલીપોરનું જૈન મંદિર બન્યું કોમી એકતાનું પ્રતિક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીજિલ્લામાં ચીખલી તાલુકાનું એક એવું ગામ છે. જેમાં એકપણ જૈન પરિવાર હોવા છતાં જૈન દેરાસરમાં હિન્દુ-મુસ્લિમ ભેગા મળીને પ્રસંગની ઉજવણી થાય છે. ગામ એટલે. નેશનલ હાઈવે નં.8 પર આવેલું આલીપોર ગામ. જ્યાં જૈન દેરાસર હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક બની ગયું છે.

ચીખલી તાલુકાનું આલીપોર ગામ નવસારી જિલ્લાનું એક એવું ગામ છે કે, જ્યાં વસતા લોકોની અંદર સદભાવના ઠાંસીઠાંસીને ભરી છે. પણ વારસામાં મળી છે, એટલે આજે ત્રણ પેઢીથી ગામના લોકો ધાર્મિક એકતાને કારણે જાણીતા બન્યા છે. આલીપોર ગામમાં મુસ્લિમ સમૂદાયની વસતીનું મહત્તમ પ્રમાણ છે. એકપણ જૈન પરિવાર ગામમાં હોવા છતાં અહીં આવેલા જૈન દેરાસરમાં કોઈપણ પ્રસંગ હોય હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે ભેગામળી પ્રસંગની ઉજવણી કરતા હોય છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં નેશનલ હાઈવેને અડીને આવેલા આલીપોર ગામ જેમા 90 ટકા મુસ્લિમ પરિવારો વસે છે એમ કહીએ તો કઈ ખોટુ નથી. ગામ મુસ્લિમોનું ગામ છે. આલીપોર ગામમાં અંદાજિત 2 મદ્રેસા અને 5 મોટી મસ્જિદ આવેલી છે. સાથે મુસ્લિમોની વસતિ ધરાવતા ગામમાં એક જૈન દેરાસર પણ આવેલું છે. જાણીને આશ્ચર્ય થાય કે ગામ જો મુસ્લીમોનુ હોય તો તે ગામમાં જૈન દેરાસર કેવી રીતેω વાત સાચી કે જે ગામમા એક પણ જૈન પરિવાર રહેતો હોય ત્યાં જૈન દેરાસર ક્યાંથીω જૈન મંદિરનો ઈતિહાસ જૂનો છે. આલીપોર ગામમાં 100 વર્ષથી પણ વધુ સમયથી જૈન દેરાસર આવેલું છે. ગામમા એક પણ જૈન પરિવાર રહેતો નથી પરંતુ મંદિરમાં આજે પણ પૂજા સેવા રાબેતા મુજબ થતી રહે છે.

મંદિરને કારણે વિહાર કરતા જૈન મુનિઓને વિસામો આપવા ધર્મશાળા પણ અહીં બનાવવામાં આવી છે. જેમાં દૂર દૂરથી આવતા જૈન સાધુ મુનિઓ રોકાણ કરે છે. આલીપોર ગામમાં આવેલ મંદિરને કારણે આલીપોર ગામ સદભાવના ગામ તરીકે ઓળખાવા લાગ્યું છે.

દેરાસરને મુખ્ય હાઈવે ઉપર લઈ જવા માટે ત્રણ વાર પ્રયત્ન કરવામાં આવ્યા હતા. તેમ છતાં જૈન સમાજના આગેવાનોને તેમાં સફળતા મળી હતી. ગામના મુસ્લિમ સમાજના લોકો પણ જૈન દેરાસર ગામમાં રહે એવો આગ્રહ રાખ્યો હતો. દશમના દિવસે દેરાસરમાં દક્ષિણ ગુજરાતમાંથી જૈન સમાજના લોકો પગપાળા દર્શન માટે આવે છે. દેરાસરની સ્થાપના વિજયપ્રબોધચંદ્ર સુરિશ્વરજી મહારાજે કરાવી હતી.

ગામમાં અનેરી એકતા દેખાય છે

^અમેલોકો રાજસ્થાનથી વિહાર કરતા મુંબઈ જોગેશ્વરી ખાતે જઈ રહ્યા છે અને અહીં આલીપોર ગામના દેરાસરમાં રોકાવા આવ્યા છે. ગામમાં મુસ્લિમોની વસ્તી છે અને એક પણ જૈન સમાજનો વ્યકિત દેખાતો નથી. પરંતુ છેલ્લા બે દિવસથી અમે અહીં રોકાયા છે તે દરમિયાન અમને કોઈપણ જાતની તકલીફ પડી નથી. અહીં વસતા મુસ્લિમ સમાજના લોકોમાં ધાર્મિકતા છે. જેથી અહીં ગામમાં અમને એકતા જોવા મળી છે. અને ગામમાં ધર્મની સુગંધ પ્રસરેલી જોવી મળે છે.> દિવ્યશિલાશ્રી, શિષ્યા,વૈભવશિલાશ્રીજીમહારાજ સાહેબ

બે કોમ વચ્ચે ભાઇચારાનું પ્રતિક

^આલીપોરગામમાં અમારૂ જૈન દેરાસર આવેલું છે. જોકે ગામમાં અમારા જૈન સમાજનો એકપણ પરિવાર રહેતો નથી તેમ છતા પણ દેરાસરમાં વર્ષ દરમિયાન અમારે કોઈપણ કાર્યક્રમો કરવા હોય તો તે અમે ખૂબ ધામધૂમથી કરીએ છીએ. કાર્યક્રમને પુરો કરવામાં ગ્રામજનોનો પણ અમને પુરો સહકાર મળી રહે છે. જેથી દેરાસર હિન્દુ-મુસ્લિમના ભાઈચારાનું પ્રતિક માનવામાં આવે છે. > રાકેશભાઈશાહ, જૈનઅગ્રણી, ચીખલી

અગાઉ ગામમાં સેના ગોઠવાઇ હતી

^બાબરીમસ્જિદ ધ્વંસ થઈ સમયે રાજ્યમાં જે પરિસ્થિતિ હતી તે જોતા આલીપોર ગામમા સેના ગોઠવવામા આવી હતી. તે સમયે અમે મુસ્લિમ આગેવાનોએ મંદિરની જવાબદારી લીધી હતી કે જો ગામના મંદિરને નુકશાન થાય તો અમને સજા કરજો. ગામના લોકોનાં મનમા જેટલુ મહત્વ મસ્જિદનું છે એટલું મહત્વ જૈન મંદિરનું પણ છે. કારણ કે, આજે ગામમાં વસતા દરેક લોકોએ જન્મથી મંદિરને જોયું છે અને એને માને છે. અમારા ગામમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈચારાથી રહે છે. > સલીમભાઈપટેલ, મુસ્લિમઅગ્રણી, આલીપોર ગામ

કોમી એકતાનાં પ્રતિક સમુ નવસારી જિલ્લાનાં આલીપોર ગામમાં આવેલું જૈન દેરાસર.

આલીપોર ગામે જે જૈન દેરાસર આવેલું છે તે દેરાસર યાત્રાસ્થળ તરીકે જાણીતું હોય. ભારત ભરના જૈન સમાજના શ્રદ્ધાળુઓ અહીંથી પસાર થતી વખતે દર્શન માટે અચૂક આવતા હોય છે. વધુમાં મંદિરમાં વર્ષમાં 10થી 12 જેટલા ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. જે દરેક કાર્યક્રમમાં મુસ્લિમ સમાજનાં લોકો ભાગ લઈને પુરો સહકાર આપતા હોય છે. તો અહીં આવતા જૈન મુનિ કે અન્ય લોકોને કોઈપણ જાતની તકલીફ પડતી નથી.

દરેક કામમાં ગ્રામજનો ખડેપગે રહે છે

^અમારૂજૈન દેરાસર મુસ્લિમોની વસ્તી ધરાવતા આલીપોર ગામમાં આવ્યુ છે. દેરાસરમાં લોકો દૂર દૂરથી દર્શન માટે આવે છે. તેમને અહીં કોઈપણ જાતની તકલીફ પડતી નથી. અમારા દરેક કાર્યક્રમોમાં ગ્રામજનો મદદ કરતા આવ્યા છે.અને મંદિર સહિતનાં દરેક કોમોમાં ગ્રામજનો ખડેપગે રહે છે. > રાજુશાહ, જૈનઅગ્રણી, ચીખલી

દર વર્ષ ગામમાં 12 જેટલા ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે

સદભાવનાની સુગંધથી મહેકે છે આલીપોર ગામનું જૈન મંદિર

ગામમાં એકપણ જૈન પરિવાર હોવા છતાં દેરાસરમાં હિન્દુ-મુસ્લિમ ભેગા મળીને પ્રસંગો ઉજવે છે

સમભાવ| ચારે તરફ સેક્યુરિઝમની વાતો થઇ રહી છે ત્યારે નવસારી જિલ્લાનું ગામ તેનો આદર્શ નમૂનો છે

અન્ય સમાચારો પણ છે...