તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Chikhli
 • તલાવચોરામાં મોટર કાઢી હેન્ડપંપ ફિટ કરવાના વિવાદમાં બે સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલાવચોરામાં મોટર કાઢી હેન્ડપંપ ફિટ કરવાના વિવાદમાં બે સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલીતાલુકાના તલાવચોરામાં બોરવેલમાંથી મોટર કાઢી હેન્ડપંપ ફિટ કરવા દરમિયાન થયેલા વિવાદમાં એક પરિવારના ત્રણ જેટલાને જાતિવિષયક અપશબ્દ બોલી ઢીકમુક્કીનો માર મારી ધમકી આપતા પોલીસે બે સામે એટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ફરિયાદી જીતુભાઈ રમણભાઈ હળપતિ (ઉ.વ. 39, રહે. તલાવચોરા, તળાવ ફળિયા, તા. ચીખલી) તથા વિજયભાઈ ખંડુભાઈ પટેલ ફળિયાના અમુક ઘરોમાં નળનું પાણી આવતું હતુ. ઉપરાંત વિજયભાઈના મકાનનું બાંધકામ ચાલતુ હોવાથી પાણીની જરૂરિયાતને પગલે થોડા દિવસ પૂર્વે સરકારી બોરમાં હેન્ડપંપની સાથે અડધા હોર્સપાવરની મોટર નાંખી હતી જે અંગે ગામના સરપંચ કલ્પેશભાઈ હળપતિને જણાવતા તેમણે હેન્ડપંપ ચાલુ રાખી મોટર નાંખે તો વાંધો નહીં તેમ જણાવ્યું હતું પરંતુ ફળિયાના અમુક લોકો મોટર કાઢી નાંખવા બાબતે ચર્ચા કરતા આજરોજ 11 વાગ્યાના અરસામાં બોરમાથી મોટર કાઢી ફરીથી હેન્ડપંપ ફિટ કરી રહ્યા હતા. તે દરમિયાન બોરમાં નાંખેલી મોટર બાબતે અદાવત રાખી ફરિયાદ તથા તેમની પત્ની અને માતાને જાહેરમાં જાતિવિષયક અપશબ્દો બોલી ઢીકમુક્કીનો માર મારી હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદમાં પોલીસે જયંતિ ભીખુભાઈ પટેલ તથા રમણભાઈ પટેલ (રહે. તલાવચોરા, તળાવ ફળિયા, તા. ચીખલી) સામે મારમારી ધમકી આપવા બાબતે તથા એટ્રોસિટી એકટની જોગવાઈ મુજબ ગુનો નોંધી વધુ તપાસ એસટીએસસી સેલના ડીવાયએસપીએ હાથ ધરી હતી.

મકાન બાંધનારે સરકારી બોરનું પાણી ઉપયોગમાં લેવા વાત કરી હતી

મકાન બાંધવા માટે સરકારી બોરમાંથી પાણી લેવાની વાતે અસંમતિ સધાતાં મામલો બીચક્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો