• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Chikhli
  • દેગામની સરકારી જમીનમાં ગેરકાયદે હાર્ડ મોરમનું મોટાપાયે ખનન કરાયું

દેગામની સરકારી જમીનમાં ગેરકાયદે હાર્ડ મોરમનું મોટાપાયે ખનન કરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીતાલુકાના દેગામે સરકારી ખરાબાની જમીનમાં પરવાનગીની મુદત બાદ પણ મોરમનું ખનન મોટાપાયે થઈ રહ્યું છે ત્યારે ગામના આંતરિક માર્ગને અડીને થઈ રહેલા ખનનની બાબતે તટસ્થ તપાસ કરવામા આવે તો હકીકત બહાર આવે તેમ છે.

પ્રાપ્ત વિગત મુજબ દેગામમાં સરકારી ખરાબાની જમીનમાં 5310 મેટ્રીક ટન હાર્ડ મોરમ ખનનની મંજૂરી મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી નવસારીની કચેરી દ્વારા 27મી ઓકટોબર 2016થી હાર્ડ મોરમ ખોદવાની અને ખસેડવા માટેની પરવાનગી આપવામાં આવી હતી. એક માસના મુદતવાળી પરવાનગીનો સમયગાળો 25મી નવેમ્બર 2016એ પૂર્ણ થઈ ગયેલો હોવા છતાં હાલ મોટાપાયે ખનન કરવામાં આવી રહ્યું છે અને ખોદકામની શરતમાં સપાટી સ્તરેથી ખાડાની ઉંચાઈ 6 મીટરથી વધારી શકાશે નહી તેવી જોગવાઈ હોવા છતાં કેટલીક જગ્યાએ તેનાથી પણ વધારે ખોદકામ કરી દેવાયાનું સ્થળની પરિસ્થિતિ જોતા જણાઈ રહ્યું છે. વધુમાં દેગામે સરકારી ખરાબાની જમીનમાં જે ખનન થઈ રહ્યું છે તે રેઠવાણિયાથી દેગામમાં જતા આંતરિક માર્ગને અડીને કરવામાં આવી રહ્યું છે ત્યારે આંતરિક માર્ગને અડીને વધુ ઉંડાઈમાં ખોદકામ થતા આવનારા સમયમાં અકસ્માત પણ સર્જાઈ તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સરકારી ખરાબાની જમીનમાં માર્ગને અડીને ખોદકામની મંજૂરી મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા કેવા સંજોગોમાં આપવામાં આવી તે પણ તપાસ માગી લે તેમ છે. દેગામે મુદત પૂર્ણ થઈ ગયા બાદ પણ ખનન કોના આશીર્વાદથી થઈ રહ્યું છે તે પણ તપાસનો વિષય છે. હાલ તો દેગામે સરકારી ખરાબાની જમીનમાં હજારો ટન હાર્ડમોરમનું ખનન થઈ ચૂક્યું છે ત્યારે પરવાનગીની સામે ખરેખર કેટલું ખનન કરવામા આવ્યું, મુદત બાદ પણ ક્યા સંજોગોમાં અને કોના આશીર્વાદથી ખોદકામ થઈ રહ્યું છે અને આંતરિક માર્ગને અડીને ખનનની મંજૂરી કઈ પરિસ્થિતિમાં આપવામાં આવી સમગ્ર બાબતે જિલ્લા કલેકટર દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરાવવામાં આવે અને માટે જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરાય તે જરૂરી જણાય રહ્યું છે.

ખનન માટે જરૂરી અંતર પણ છોડાયું નથી

ચીખલીતાલુકાના દેગામે સરકારી ખરાબાની જમીનમાં આંતરિક માર્ગને અડીને હાર્ડમોરમના ખોદકામ માટેનો અભિપ્રાય સર્કલ અધિકારી દ્વારા કેવી રીતે આપવામાં આવ્યો દેગામ અને રેઠવાણિયા એમ બે ગામને જોડતા આંતરિક માર્ગની બાજુમાં ખનન માટેનું જરૂરી અંતર પણ છોડવામાં આવ્યું નથી ત્યારે સમગ્ર બાબતે તપાસ જરૂરી જણાય રહી છે.

મોટા મશીનો વડે ખનન ચાલું

ટીમ મોકલી તપાસ કરવામાં આવશે

^દેગામગામે સરકારી ખરાબાની જમીનમાં 5 હજાર મેટ્રીક ટનની મંજૂરી ખનન માટે આપવામાં આવેલી છે છતાં સ્થળ ઉપર ટીમ મોકલાવી તપાસ કરાવવામાં આવશે. > એસ.એમ.ખોપકર, મદદનીશભૂસ્તરશાસ્ત્રી

ખનનની બાબતે તટસ્થ તપાસ થાય તો મોટું કૌભાંડ પકડાવાની શક્યતા

ખોદકામની મુદત પુરી થયા બાદ પણ મોરમ ખનન પુરજોશમાં ચાલુ

અન્ય સમાચારો પણ છે...