ગૌવંશ પ્રકરણે ફાયરિંગ થયાની અફવા
આલીપોરમાંગત રાત્રે પોલીસે ગૌવંશ કબજે લેવાની ઘટનામાં ફાયરિંગ થયું હોવાની અફવા ફેલાઇ હતી.
ગૌરક્ષકોને બાતમી મળી હતી કે આલીપોરના ખાંભીયા ફળિયામાં ગાયોની કતલ કરવામાં આવનાર છે. જેના આધારે પોલીસ ધસી ગઈ હતી. જોકે ગામમાં પોલીસને જોઈ ટોળા ભેગા થયા હતા. પોલીસે તકેદારીના ભાગરૂપે પોલીસ જવાનોને ખડકી દીધા હતા. અહીં ફાયરિંગ થયું હોવાનું અફવાએ જોર પકડ્યું હતું.
બાતમીના આધારે ખાંભીયા ફળિયામાંથી એક વાછરડો અને એક વાછરડી મળી બે ગૌવંશ કબજે લીધા હતા. યુસુફ મેમણીયાનો તબેલો હોય અને પશુઓને પાળતા હોય એવી રજૂઆત થતા 7/12 અને 8-અ ની નકલ લઈ ખેડૂત તરીકેના આધાર પુરાવા ખરાઈ કર્યા બાદ બંને ગૌવંશોને પરત કરતા મોડીરાત્રે ટોળું વિખેરાયું હતું.
ફાયરિંગ બાબતે ચીખલીના પી.આઈ. એમ.એ.ખેરએ ફાયરિંગ થવાની વાતનો રદીયો આપ્યો હતો.