• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. વાંસદા

ભાસ્કર ન્યૂઝ. વાંસદા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વાંસદા
બીલમોડાગામ પાસેથી બળદ ભરેલો ટેમ્પો નીકળવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી. બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવતા બાતમીવાળો છોટાહાથી ટેમ્પો ત્યાં આવતા તેને ઉભો રાખવા જણાવતા ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી નાસી ગયો હતો. ટેમ્પોમાં તપાસ કરતા પાસ પરમિટ વગરના બે બળદો ભરેલા હતા. તેને વાંસદા પોલીસ મથકે લાવી સુપરત કરવામાં આવ્યા હતા.
વાંસદા પોલીસ મથકેથી મળેલી માહિતી મુજબ ગૌરક્ષકોને બાતમી મળી હતી. વાંસદાથી મહારાષ્ટ્ર જવાના રસ્તા પર આવેલા બીલમોડા ગામેથી બળદ ભરેલો ટેમ્પો નીકળવાનો છે. બાતમીના આધારે ગૌરક્ષકોએ બીલમોડા ગામના જંગલ નાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો નં.જીજે-21-ટી-6169ને ઉભો રખાવતા ટેમ્પો ચાલક ભાગી ગયો હતો. ગૌરક્ષકોએ ટેમ્પોમાં તપાસ કરતા બે બળદ બાંધેલા હતા. જેની કોઈ પાસ પરિમટ હતી નહીં. ગૌરક્ષકોએ ટેમ્પો ચાલકને ભાગી જતાં ઓળખી ગયા હતા. વાંસદા પોલીસમાં આરોપી વિજુભાઈ રડકીયાભાઈ ગાયકવાડ રહે.ખાંભલા બારીફળિયા, વાંસદા વિરૂદ્ધ ગૌરક્ષક મહેન્દ્રસિંહ ગંગાસિંહ રાજપૂરોહિત રહે.સારવણી, ચીખલીએ ગુનો નોંધાવ્યો હતો.
ટેમ્પોચાલક ભાગી ગયો પરંતુ ઓળખાય ગયો
વાંસદા નજીક આવેલા બીલમોડામાં ગૌરક્ષકોની બાતમીના આધારે વોચ ગોઠવી
બીલમોડા પાસે બળદ ભરેલો ટેમ્પો ઝડપાયો