તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Chikhli
 • બીલીમોરાની ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચીખલી ચેમ્પિયન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરાની ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચીખલી ચેમ્પિયન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની ડી ઝોન ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટનું યજમાન પદ બીલીમોરાની વી.એસ.પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સ્વીકાર્યુ અને તેનું સફળતાપૂર્વક આયોજન કર્યુ.

યુનિ.સંલગ્ન વિવિધ કોલેજોમાંથી કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો જેમાં ડી ઝોનની ફાઇનલ મેચમાં ચીખલીકોલેજ ચેમ્પિયન અને વી.એસ.પટેલ કોલેજની ટીમ રનર્સઅપ બની હતી.પ્રથમ બેટીંગ કરતા વી.એસ.પટેલ કોલેજ 154 રન કર્યા તેના જવાબમાં ચીખલી કોલેજ 6 વિકેટે 155 રન કરી જીત મેળવી હતી.મેચમાં અંકિત ખલાસીએ 38 પર 4 વિકેટ લઇ મેન ઓફ ધી મેચ તથા પટેલ મોહિતને 50 રન કરવા બદલ ટ્રોફી આપવામાં આવી હતી.બ્લ્યુમુન બીલીમોરા માલિક અમીત પાંચાલ ચીફગેસ્ટ તરીકે ઉદ્ઘાટન કરેલ હતું અને મેન ઓફ ધી મેચને મોબાઇલ આપેલ હતો.જ્યારે ઇનામ વિતરણના પ્રસંગે ચીખલી કોલેજના ટ્રસ્ટી દર્શન દેસાઇ,અરવિંદ પટેલ,રાજુ પાંચાલ,વિનોદ પટેલ,જયપલ નાયકના હાથે ઇનામ અપાયા હતાં. કોલેજના આચાર્ય ડી.બી.પટેલ,પ્રા.ડો.બી.એચ.દેવતા,ડો.એ.આર.દેસાઇ અને સમગ્ર કોલેજ પરિવાર ટીમોને અભિનંદન આપેલ છે.સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન સફળતા પૂર્વક ડો.આશીત દેસાઇ કરેલ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો