તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Chikhli
 • ભાસ્કર િવશેષ | માર્કેટમાં દેશી તરબૂચ પ્રાપ્ત થતાં પંથક સ્વાદરસિયાઓ બહારથી આયાત કરાયેલા પટ્ટાવા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | માર્કેટમાં દેશી તરબૂચ પ્રાપ્ત થતાં પંથક સ્વાદરસિયાઓ બહારથી આયાત કરાયેલા પટ્ટાવાળા તરબૂચ ખાઇ સંતોષ માની રહ્યા છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલીવિસ્તારમાં ગરમીની શરૂઆત થતાની સાથે હાલ અહીંના બજારોમાં તરબુચનું આગમન થયું છે જો કે હજુ સ્થાનિક દેશી તરબુચની આવક નહિવત જોવા મળી રહી છે.

છેલ્લા કેટલાક દિવસથી ઉનાળાનો લોકો અનુભવ કરી રહયા છે અને લોકો તરબુચની ખરીદી કરી રહયા છે.ત્યારે સ્થાનિક દેશી તરબુચ હજુ બજારમાં આવતા ભાવમાં પણ ઉછાળો આવવા પામ્યો છે. ચીખલીના બજારમાં હાલ તરબુચનું આગમન થઇ ગયું છે અને જુદા જુદા સ્થળોએ તરબુચ વેચાણના સ્ટોલ ઉભા કરાયા છે.લોકો તરબુચની ખરીદી કરતા પણ જોવા મળે છે.જો કે હાલ સ્થાનિક દેશી તરબુચની આવક નહિવત છે.સ્થાનિક ધરમપુર,કપરાડા,ખેરગામ,વ્યારા વિસ્તારમાનાં તરબુચ તો પાક હજી બજારમાં પુરતા પ્રમાણમાં આવતા બહારના વિસ્તારના તરબુચની સારી એવી આવક આવી રહી છે.ગરમીનો પારો ઉંચકાતા લોકો તરબુચ ખાવા તરફ આકર્ષાઇ રહયા છે.હાલ બજારમાં તરબુચ થોડા મોઘા છે પરંતુ જેમ છતાં લોકો તરબુચની ખરીદી કરતા નજરે પડી રહયા છે.આગામી દિવસોમાં હજુ તરબુચનો ઉપયોગ વધવા પામશે.હાલમાં ગોધરા,ઉત્તર ગુજરાત વિસ્તારના તરબુચની આવક આવી રહી છે.તરબુચના એક કિલોના હાલ 20 રૂપિયા કિલોનો ભાવ ચાલી રહયો છે.ગત વર્ષે દેશી સ્થાનિક તરબુચની આવક ઘણી હતી.જેથી લોકોને સસ્તા ભાવે મળતા હતા.પરંતુ વર્ષ દેશી સ્થાનિક તરબુચની આવક ઘણી ઓછી હાલમાં હોય અને જેના કારણે ભાવ વધી 20 રૂપિયે કિલો થવા પામતા તરબુચનો ભાવ સાંભળતા ગરમી થઇ જાય છે.જોકે આગામી દિવસોમાં બજારમાં તરબુચની આવક અને લોકોની માંગ વધતા ભાવ ઘટાડો થશે એવું તરબુચના વેપારી અનવરભાઇ જણાવી રહયા છે.

બહારથી આવીને બજારમાં વેચાતા પટ્ટાવાળા તરબુચ. તસવીર-પ્રશાંતસિંહ પરમાર

ચીખલી વિસ્તારમાં હજી દેશી તરબૂચની આવક નહિવત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો