તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘેજના મંદિરમાં ચોસઠ જોગણી માતાનો પધરામણી મહોત્સવ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલીતાલુકાના ઘેજ ગામનાદુકાન ફળિયામાં વર્ષોથી બિરાજમાન અને સ્થાનિકો તથા આસપાસના લોકોની આસ્થા સમાન ચોસઠ જોગણી માં ના ભવ્ય મંદિરનું નિર્માણ સ્થાનિકો દ્વારા કરવામાં આવતા નવનિર્મિત મંદિરમાં ચોસઠ જોગણી માંની પધરામણી સ્થાનિકો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી સાથે મંદિરમાં ભગવાન શ્રીગણેશ અને હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરી મહાયજ્ઞોત્સવમાં મોટી સંખ્યામાં દંપતિઓએ ભાગ લઇ આહૂતિ આપી હતી અને ચોસઠ જોગણ માંની પૂજા અર્ચના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.બે દિવસના ધાર્મિક કાર્યક્રમમાં દુકાન ફળિયા વિસ્તારના લોકો ભક્તિના રંગમાં રંગાઇ ગયા હતા માતાજીની પધરામણી દરમિયાન યોજાયેલ મહાપ્રસાદનો પણ અનેક ભક્તોએ લાભ લીધો હતો.કાર્યક્રમમાં ગામના અગ્રણી વિનોદભાઇ પટેલ ભાજપના મંત્રી ભરતભાઇ સહિતના ઉપસ્થિત રહયા હતાં.જ્યારે ગામના ડે.સરપંચ કમલેશ પટેલ અગ્રણી કે.ડી.પટેલ,શશીકાંત પટેલ,પંકજ પટેલ,સુભાષ પટેલ વિગેરેએ જેહમત ઉઠાવી હતી.

યજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો